સ્પિતિમાં માઈનસ 25 ડિગ્રીમાં ગુજરાતી યુવતીએ સાત ફેરા ફર્યાં, શા માટે જાણો?
સ્પિતિ: પીએમ મોદીએ ભારતીયોને વિદેશના બદલે ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ યોજવાનો અનુરોધ કર્યો છે ત્યારે તાજેતરમાં ગુજરાતી પણ મૂળ મુંબઈની યુવતીએ હિમાચલ પ્રદેશના સ્પિતિમાં એ પણ માઈનસ પચીસ ડિગ્રીના તાપમાનમાં સાત ફેરા ફરીને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની હતું.
ડેસ્ટિનેશન વેડિંગ હવે એક ટ્રેન્ડ બની ગયો છે અને ભારત જ નહીં વિદેશના પણ રમણીય સ્થળોએ જઇને લગ્ન સમારંભ યોજવો તે આજ કાલ દરેક યુવાન અને યુવતીની ઇચ્છા હોય છે. આજ રીતે એક ગુજરાતી યુવતી અને કેરળના યુવાને લાહૌલ સ્પિતિમાં જઇને પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આપણા બધા જ જાણીએ છીએ કે સ્પિતિ એ અત્યંત રમણીય સ્થળ છે અને સાથે જ તે અત્યંત ઠંડો પ્રદેશ પણ છે. અનેક વખતે તો અહીં હવામાન માઇનસમાં જતું રહે છે. જોકે, માઇનસ પચીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં લગ્ન કરીને ગુજરાતી નવવધુ અને કેરળના વરરાજાએ રેકોર્ડ નોંધ્યો છે.
આ ડેસ્ટીનેશન વેડીંગ સ્પિતીના મુરંગ ખાતે થઇ હતી અને સોશિયલ મીડિયામાં તેની જ ચર્ચા ચાલી રહી છે. આ દંપતીએ લોંગેસ્ટ રોડ ટ્રિપ વેડિંગ એક્સ્પીડીશનનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.
નવવધુ આર્યા ગુજરાતની છે અને તે મુંબઈમાં રહે છે જ્યારે વરરાજા રણજિત શ્રીનિવાસ કેરળનો છે અને દુબઇમાં વ્યવસાય કરે છે. આર્યા 2021 અને 2023માં સ્પિતિ ખાતે રોડ ટ્રિપ પર આવી હતી.
આર્યા કહ્યું હતું કે તેને સ્પિતિ વેલીની સુંદરતા ખૂબ જ ગમે છે અને જો લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરવા માગતા હોય તો લોકોએ અહીં આવીને લગ્ન કરવા જોઇએ. અહીં ખર્ચ પણ ઓછો થાય છે અને અહીં અનેક લોકેશન પણ છે જ્યાં તમે લગ્ન યોજીને તેને યાદગાર બનાવી શકો.