ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
APOSTLE ઉતાવળ
BATTLE કિલ્લો
CASTLE ધર્મપ્રચારક
HUSTLE ખડખડવું
RATTLE લડાઈ
ઓળખાણ રાખો
અત્તરદાની, ગંજીફો, શસ્ત્રો, પટારો, પાનદાન, બાહુલી જેવી વિવિધ પ્રકારનો સંગ્રહ ધરાવતું રાજા દિનકર કેળકર મ્યુઝિયમ કયા શહેરમાં છે એ જણાવો.
અ) કલકત્તા બ) કોલ્હાપુર ક) ઔરંગાબાદ ડ) પુણે
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘માત્ર આ પત્રો સિલકમાં રહી ગયા, કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ’ પંક્તિઓમાં સિલક શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) શકલ બ) સકળ ક) બાકી ડ) વંચાયેલા
માતૃભાષાની મહેક
ચણોઠી એટલે કાળા મોંનું અને રાતા, પીળા કે સફેદ અંગનું તુવેર જેવું એક વેલનું બી. ચણોઠી ચાર જાતની થાય છે: લાલ, ધોળી, કાળી અને પીળી. લાલ અને ધોળી ઘણી સાધારણ છે. લાલ ચણોઠી બે જાતની થાય: એક મોટી અને ચપટી, બીજી લંબગોળ અને નાની. બીજી જાતને રતી કહેવામાં આવે છે. તેનું વજન વાલના ત્રીજા ભાગનું અથવા અઢી ગ્રેનનું હોવાનું મનાય છે. તેનો ઉપયોગ સોના રૂપાના જોખવામાં થાય છે.
ગુજરાત મોરી મોરી રે
માપ દરિયાનું કાઢી શકાય પણ માણસના દિલમાં શું ચાલી રહ્યું છે એનો અંદાજ પણ ન બાંધી શકાય એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
કોઈની આવે છેડા છાતીના ન છેડા આવે, દરિયાના
ઈર્શાદ
ખોબો ભરીને અમે એટલું હસ્યાં,
ને કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
— જગદીશ જોષી
માઈન્ડ ગેમ
‘હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’ તત્ત્વજ્ઞાન દર્શાવતી પંક્તિઓ કોની છે એ કહી શકશો?
અ) ઝવેરચંદ મેઘાણી બ) ઉમાશંકર જોશી
ક) કુમુદ પટવા ડ) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
BANAL નીરસ
CANAL નહેર
FENNEL વરિયાળી
KENNEL શ્ર્વાન ગૃહ
PENAL સજા
ગુજરાત મોરી મોરી રે
પોપાબાઈનું રાજ ને ખરે બપોરે બણગું
ઓળખાણ પડી?
લુધિયાના
માઈન્ડ ગેમ
અખો
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
રાતી માટી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) તાહેર ઔરંગાબાદવાલા (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) અબદુલ્લા એફ. મુનીમ (૬) સુભાષ મોમાયા (૭)નિશંધ દેસાઈ (૮) નીતા દેસાઈ (૯) શ્રદ્ધા આશર (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) પુુષ્પા પટેલ (૧૨) નિખિલ બંગાળી (૧૩ ) અમીશી બંગાળી (૧૪) દેવેન્દ્ર સંપટ (૧૫) ડો. પ્રકાશ કટકિયા (૧૬) ભારતી પ્રકાશ કટકિયા (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૯) મીનળ કાપડિયા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) મહેશ દોશી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) ભાવના કર્વે (૨૬) અરવિંદ કામદાર (૨૭) વિણા સંપટ (૨૮) ભારતી બુચ (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) અંજુ ટોલિયા (૩૨) પુષ્પા ખોના (૩૩) હર્ષા મહેતા (૩૪) નયના ગિરીશ મિસ્ત્રી (૩૫) નિતીન બજરિયા (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૮) દિલીપ પરીખ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) હિના દલાલ (૪૨) રમેશ દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) વિણા સંપટ (૪૫) સુરેખા દેસાઈ (૪૬) વિજય આસર (૪૭) પ્રતીમા પમાની (૪૮) હરીશ ભટ્ટ (૪૯) પ્રવીણ વોરા