ઇન્ટરનેશનલ

બંધકોને મુક્ત કરવામાં આવે તો રમઝાનમાં યુદ્ધવિરામ પર ઈઝરાયલની તૈયારી: બાઈડન

જેરુસેલમ: મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાન દરમિયાન ઈઝરાયલ હમાસ વિરુદ્ધના પોતાના યુદ્ધમાં વિરામ કરવા તૈયાર છે, પરંતુ આને માટે ઉગ્રવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકોને મુક્ત કરવા પડશે, એમ રાષ્ટ્રપતિ જો બાઈડને મંગળવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

બાઈડનના આ નિવેદન પર અત્યારે ઈઝરાયલ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. અમેરિકા, ઈજિપ્ત અને કતાર દ્વારા ઈઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરવામાં આવી રહી છે અને તેમાં હમાસ પોતાના તાબામાં રહેલા કેટલાક ડઝન બંધકોને મુક્ત કરશે અને તેના બદલામાં પેલેસ્ટિનિયન કેદીઓ પાછા મેળવશે, તેમ જ છ અઠવાડિયા યુદ્ધ વિરામ કરવામાં આવશે.

આ કામચલાઉ યુદ્ધ વિરામના સમયમાં બાકીના બંધકોની મુક્તિ માટેની વાટાઘાટો ચાલુ રહેશે અને બીજી તરફ ઈઝરાયલ દ્વારા કેદમાં રાખવામાં આવેલા પેલેસ્ટિનિયન નાગરિકોને મુક્ત કરાશે.
બીજી તરફ હમાસના સત્તાવાર અધિકારી દ્વારા પ્રગતિની વાતોને મહત્ત્વ ન આપતાં કહ્યું હતું કે જૂથ પોતાની માગણીઓમાં ઝૂકતું લેશે નહીં.

રમઝાનની શરૂઆત 10 માર્ચે થવાની છે. યુદ્ધવિરામના સોદા માટે તેને અંતિમ ડેડલાઈન માનવામાં આવી રહી છે. આ એક મહિનાનો સમય ધાર્મિક માનવામાં આવે છે અને તેમાં લાખો મુસ્લિમો સુર્યોદયથી સૂર્યાસ્ત સુધીના ઉપવાસ રાખે છે. ભૂતકાળને ધ્યાનમાં લેવામાં આવે તો રમઝાન દરમિયાન ઈઝરાયલી અને પેલેસ્ટિનિયન તંગદિલીમાં કાયમ વધારો થયો છે.
બાઈડને સોમવારે કહ્યું હતું કે તેઓ એવી આશા રાખે છે કે આગામી સપ્તાહ સુધીમાં આ બાબતે સમાધાન થવાની શક્યતા છે.

રમઝાન આવી રહ્યો છે અને ઈઝરાયલીઓ સહમત થયા છે કે તેઓ રમઝાનમાં કોઈ કાર્યવાહી નહીં કરે અને અમને બંધકોને છોડાવવા માટેનો સમય આપશે, એમ બાઈડને એક ન્યૂઝ ચેનલ પર જણાવ્યું હતું.

બીજી તરફ બાઈડને યુદ્ધના અંત અંગે કશું જ નિવેદન કર્યું નહોતું. અહીં ઉલ્લેખનીય છે કે સાતમી ઓક્ટોબરે હમાસ દ્વારા દક્ષિણ ઈઝરાયલમાં કરવામાં આવેલા હુમલામાં 1200 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટા ભાગના લોકો નાગરિકો હતા. બીજી તરફ હમાસે 250 લોકોનું અપહરણ પણ કર્યું હતું, એવો દાવો ઈઝરાયલ દ્વારા કરવામાં આવ્યો છે.

બાઈડને ઈઝરાયલને યુદ્ધ દરમિયાન ટેકો આપ્યો હતો. ઈઝરાયલે ઈજિપ્તની સરહદ પર આવેલા દક્ષિણ ગાઝાના રફાહમાં દળો ઉતાર્યા હતા અને તેને કારણે ગાઝાના આ વિસ્તારમાં ફસાયેલા નાગરિકો અંગે આખા વિશ્ર્વને ચિંતા થઈ હતી. ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે રફાહમાં ગ્રાઉન્ડ એક્શન ઈઝરાયલની હમાસને કચડી નાખવાની વ્યૂહરચના માટે આવશ્યક છે.

ચાલુ સપ્તાહે લશ્કરે આ વિસ્તારના નાગરિકોના સ્થળાંતર અને આક્રમક કાર્યવાહી માટે પરવાનગી આપવાનો પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે મોકલી આપ્યો છે.

બીજી તરફ બાઈડને કહ્યું હતું કે તેઓ માને છે કે ઈઝરાયલે રફાહમાં પોતાની કાર્યવાહી ધીમી કરી નાખી છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ