સ્પોર્ટસ

Ranji Trophyમાં રચાયો નવો ઈતિહાસઃ 10 અને 11મા ક્રમના બેટરોએ નોંધાવ્યો નવો વિક્રમ

ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં અત્યારે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાડવામાં આવી રહી છ, જેમાં મુંબઈ અને બરોડા વચ્ચે બે ટીમ આમનેસામને છે. આ મેચમાં નવા ઈતિહાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મેચમાં દસમા અને અગિયારમા ક્રમે રમનારા બેટરોએ શાનદાર સેન્ચુરી ફટકારીને નવા ઇતિહાસનું નિર્માણ કર્યું છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે, જ્યારે દસમા અને અગિયારમા ક્રમના બેટરોએ એક જ ઈનિંગમાં સેન્ચુરી ફટકારી છે. રણજી ટ્રોફીમાં મુંબઈ ટીમવતીથી રમી રહેલા તનુશ કોટિયન અને તુષાર દેશપાંડેએ નવો ઈતિહાસ રચ્યો છે. આ બંને ખેલાડીઓએ બરોડાની સામે મેચની બીજી ઈનિંગમાં સદી ફટકારી છે.

આ ઈનિંગમાં દસમા ક્રમે બેટિંગ કરતા તનુશ કોટિયને 129 બોલમાં નોટઆઉટ રહીને 120 રન નોંધાવ્યા હતા, જેમાં કોટિયને 10 ચોગ્ગા અને ચાર સિક્સર મારી હતી. અગિયારમા ક્રમે આવેલા તુષાર દેશપાંડેએ 129 બોલમાં 123 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને આઠ સિક્સર ફટકારી હતી. બંને ખેલાડીઓની શાનદાર સેન્ચુરીને કારણે મુંબઈની ટીમે આ ઈનિંગમાં 569 રન કર્યાં હતા અને બરોડાને જીતવા માટે 606 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ મેચની સૌથી મોટી બાબત એ છે કે દસમા ક્રમે તનુશ કોટિયન અને અગિયારમા ક્રમે તુષાર દેશપાંડે બેટિંગમાં આવ્યા ત્યારે ધીરજપૂર્વક રમત રમીને સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વર્ષ 1946 પછી આ પહેલી વાર બન્યું છે, જેમાં દસમા અને અગિયારમા ક્રમે આવેલા બેટર્સે સદી ફટકારી છે. એના અગાઉ 1946માં ઈંગ્લેન્ડની ટૂર પર ગયેલી એક ટૂર મેચમાં ચંદુ સરવટે અને શુતે બેનરજીએ આ વિક્રમ નોંધાવ્યો હતો. આ બંને ખેલાડીઓએ સરે કાઉન્ટી ક્લબની સામે આ વિક્રમ નોંધાવ્યો હતો.

અહીં એ જણાવવાનું કે પહેલી ઈનિંગમાં મુંબઈ વતી મુશીર ખાને બેવડી સદી ફટકારી હતી. મુશીર ખાને 357 બોલમાં 203 રન ફટકાર્યા હતા, તેનાથી ટીમનો સ્કોર 384 રને પહોંચ્યો હતો, જ્યારે તેના જવાબમાં બરોડાની ટીમ 384 રન બનાવી શકી હતી. આ મેચ ડ્રોમાં પરિણમતા મુંબઈની ટીમ સેમી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button