ક્યારેક લોકોના ઘરના વાસણો માંજીને કર્યો હતો ગુજારો, આજે છે સોશિયલ મીડિયા સ્ટાર

આજકાલ પોતાની ઓળખ બનાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક ઉત્તમ માધ્યમ ગણાય છે. આજના જમાનામાં તો સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર કોઇ સ્ટારથી કમ નથી ગણાતા. લાખો અને કરોડોની સંખ્યામાં લોકો એમને ફોલો કરતા હોય છે. જોકે, અહીં સુધી પહોંચવાની સફર આસાન નથી. અનેક સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સરો સફળતાના દ્વાર સુધી પહોંચવા માટે ઘણુ સહન કરી ચૂક્યા હોય છે. એમાંથી જ એક નામ છે વર્ષા સોલંકીનું જે પોતાના ઇન્સ્ટાગ્રામ રીલ્સને લઇને ચર્ચામાં રહેતી હોય છે. વર્ષાના રીલ્સ જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જાઓ છો, પરંતુ શું તમે જાણો છો કે બધાને હસાવવાવાળી વર્ષાએ રિયલ લાઇફમાં કેટલા દુઃખો સહન કર્યા છે!
ર્ષા સોલંકી હાલમાં શો ‘ડાન્સ દીવાને’માં જોવા મળી રહી છે. આ શોમાં પોતાના રીલ્સથી રીલ્સથી બધાને હસાવનાર વર્ષાએ પોતાની રિયલ લાઇફ વાર્તા જણાવી હતી. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તે અને તેની બહેન ગરીબીમાં ઉછર્યા છે અને અને કેવી રીતે તેમની સિંગલ માતાએ તેમનો ઉછેર કર્યો.

વર્ષાએ જણાવ્યું હતું કે નાનપણમાં ઘરની જવાબદારી તેના માથે હતી. તેના પિતાને દારૂની લત હતી, જેમાં ઘર કંગાળ થઇ ગયું. પિતા બાદ એની માતા ઘરે ઘરે વાસણ સાફ કરીને બંને બહેનોનો ઉછેર કર્યો. જ્યારે માતા બીમાર પડતી કે કામ નહોતી કરી શકતી ત્યારે તે લોકોના ઘરે વાસણ માંજવા જતી. ત્યાર બાદ તેના લગન થયા અને તેના ઘરે એક દીકરીનો જન્મ થયો. વર્ષાને નાનપણથી જ ડાન્સનો ઘણો શોખ હતો, પણ જવાબદારીને કારણે બધુ છૂટી ગયું. હવે તેને ફરીથી તેની ટેલેન્ટ દેખાડવાનો મોકો મળ્યો છે.
એક વીડિયોમાં આ શઓમાં જજ તરીકે આવેલા એક્ટર સુનિલ શેટ્ટી વર્ષાના વખાણ કરતા જોવા મળે છે અને તેને દીકરીઓ માટે પ્રેરણા ગણાવે છે. તેઓ તેને રિયલ લાઇફ હીરો કહે છએ અને તેને ગળે પણ લગાવે છે.

વર્ષા સોલંકી આજે સોશિયલ મીડિયા સ્ટાર છે. ટૂંકા વીડિયો બનાવીને તે લાખો રૂપિયા કમાય છે.