ગુવાહાટી: ભારત જેવા વિકાસશીલ દેશો સામે વધુ વસ્તી અને બેરોજગારી મોટા પડકાર છે, એકતરફ પંચમું સૌથી મોટું અર્થતંત્ર બનવા પર ગર્વ લેવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. એક આર્થિક સર્વેના આંકડા કે વર્ષ 2022 માં આસામમાં લગભગ 10 લાખ શિક્ષિત યુવાનોએ રોજગાર કચેરીઓમાં નોંધણી કરાવી છે. જ્યારે ગયા વર્ષે આ સંખ્યા માત્ર 1.4 લાખ હતી. તમે આના પરથી વણસી રહેલી પરિસ્થિતિનો ખ્યાલ લગાવી શકાય છે.
વર્ષ 2023-2024 માટે જાહેર કરવામાં આવેલા આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું કે રાજ્યની સામે એક મોટો પડકાર એ છે કે નોકરી શોધનારાઓમાં સૌથી વધુ સંખ્યામાં શિક્ષિત યુવાનો છે. માત્ર એક વર્ષમાં નવા રજીસ્ટ્રેશનમાં સાત ગણો વધારો થયો છે.
રોજગાર કચેરીના રજિસ્ટર મુજબ, વર્ષ 2022માં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 9,83,093 હતી, જ્યારે વર્ષ 2021 દરમિયાન આ સંખ્યા 1,37,865 હતી.
બજેટ સત્ર દરમિયાન આસામ વિધાનસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે 2021 ની સરખામણીમાં 2022 માં નોકરી ઈચ્છુકોની સંખ્યામાં વધારો થયો છે. એવું કહેવામાં આવ્યું હતું કે રોજગાર કચેરીઓમાં નોંધણી મુજબ, 2021 માં શિક્ષિત નોકરી ઇચ્છુકોની કુલ સંખ્યા 18,05,441 હતી, જ્યારે 2020 દરમિયાન તે 17,46,671 હતી, જેમાં 3.36 ટકાનો વધારો થયો હતો.
રાજ્યમાં બેરોજગારીની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને આસામ સરકારે જણવ્યું કે બોજ કેટલીક સકારાત્મક પહેલ કરવામાં આવી છે. એક લાખ બેરોજગાર યુવાનોને નોકરી આપવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.
Taboola Feed