વિજ્ઞાન અને ટેકનોલોજી

WhatsAppની આ નવી હેલ્પલાઈન ઘણી સમસ્યાનું સમાધાન કરી નાખશે

અમદાવાદઃ સોશિયલ મીડિયાનો સૌથી મોટો ગેરલાભ કે હાનિકારક ભાગ એ છે કે ખોટા અને સાચા વચ્ચેનો ભેદ પારખવો અઘરો છે અને આને લીધે માત્ર ગેરસમજ નહીં પરંતુ ઘણીવાર તોફાનો ફાટી નીકળ્યાના બનાવો પણ બને છે. WhatsApp પરનો એક મેસેજ ખરાઈ કર્યા લાખો લોકો સુધી પહોંચે છે અને ઘણા કિસ્સાઓમાં સૌ ટકા છેતરામણી કે જુઠાણું જ સાબિત થાય છે. માત્ર સામાન્ય જનતા જ નહીં પણ રાજકારણીઓથી માંડી ફિલ્મી સિતારા આ વાતનો ભોગ બને છે અને ગણીવાર મોટી કિંમત ચૂકવવી પડે છે ત્યારે WhatsAppનું નવું ફિચર આને ઘણે અંશે ઉકેલશે તેમ જણાય છે.

વોટ્સએપ પર ટૂંક સમયમાં એક નવી હેલ્પલાઈન લાવી રહ્યું છે, જે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેની મદદથી યુઝર્સ ફેક્ટ-ચેકિંગ હેલ્પલાઈનનો લાભ લઈ શકશે અને નકલી વીડિયો-કન્ટેન્ટ પાછળનું સત્ય જાણી શકશે. આ ફીચર મલ્ટી લેંગ્વેજ સપોર્ટ સાથે આવશે. મેટાએ આ ફેક્ટ ચેક હેલ્પલાઇન માટે કોલાબોરેશન પણ કર્યા હોવાના અહેવાલો છે.


વિશ્વભરની કંપનીઓ AI પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓપનએઆઈ સહિત ઘણી કંપનીઓ તેમના પોતાના AI અને ML મોડલ તૈયાર કરી રહી છે, જે ડિજિટલ સ્પેસમાં ક્રાંતિ લાવશે તેમ માનવામા આવે છે, પરંતુ એઆઈનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તેનો ગેરઉપયોગ આરામથી થઈ શકે છે અને તે ભારે ગંભીર પરિણામો પણ લાવી શકે છે.


મેટાએ તાજેતરમાં નકલી સમાચારનો સામનો કરવા માટે મિસઇન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ (MCA) સાથે ભાગીદારી કરી છે. આ માટે તે WhatsApp પર એક ડેડિકેટેડ ફેક્ચ ચેક હેલ્પલાઇન શરૂ કરશે. આ ડીપફેક અને AI-જનરેટેડ ખોટી માહિતીને રોકવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.


આ નવી હેલ્પલાઈન આવતા માર્ચ મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં થઈ શકે તેમ છે. આ AI જનરેટેડ મીડિયામાંથી ખોટી માહિતીને રોકવામાં મદદ કરશે. આનાથી ઘણા લોકોની છબી કલંકિત થતી બચાવી શકાય છે. ઘણી વખત સાયબર ગુનેગારો કેટલીક હસ્તીઓના ફોટાનો ઉપયોગ કરે છે અને તેનો નકલી વીડિયો બનાવે છે. આને ડીપફેક કહેવામાં આવે છે. આ વીડિયોની ફરિયાદ પણ તમે કરી શકશો.


આ સાથે WhatsApp ચેટબોટ પણ વિવિધ ભાષા સપોર્ટ સાથે આવશે. અંગ્રેજી ઉપરાંત અન્ય ત્રણ પ્રાદેશિક ભાષાઓને પણ સપોર્ટ કરવામાં આવશે. તમે આના પર AI ડીપફેકની જાણ કરી શકશો. યુઝર્સને હેલ્પલાઈન પર મેસેજ મોકલવો પડશે, ત્યારબાદ સિસ્ટમ તેનું કામ કરશે અને હકીકતની તપાસ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…