આમચી મુંબઈ
સાંતાક્રુઝના કમર્શિયલ સેન્ટરમાં આગ, 37ને બચાવાયા
મુંબઈ: સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલા બે માળના કમર્શિયલ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. કમર્શિયલ સેન્ટરમાં આગની ઘટના બની હતી ત્યાંથી 37 લોકોને બચાવવામાં આવ્યા હતા.
સાંતાક્રુઝના મિલન સબવે નજીક આવેલા આ કમર્શિયલ સેન્ટરમાં આગ લગતા ઇમારતમાં ફસાયેલા 37 લોકોને સેન્ટરના ટેરેસ પરથી અગ્નિશમન દળના જવાનોએ બહાર કાઢ્યા હતા. સોમવારે સાંજે 5.15 વાગ્યાની આસપાસ આ કમર્શિયલ સેન્ટરના બીજા મળે શોટ સર્કિટને લીધે આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતા અગ્નિશમન દળની ચાર ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ, એવી માહિતી એક અધિકારીએ આપી હતી. (પીટીઆઇ)ઉ