તરોતાઝા

ત્વચાની ચમક માટે કુદરતી ઔષધ ઍલોવેરા

સ્વાસ્થ્ય – કવિતા યાજ્ઞિક

સૌંદર્યની વ્યાખ્યા શું? રૂપાળા હોવું એટલે માત્ર ઉજળી ત્વચા હોવી? ના, રૂપાળા હોવાનો મતલબ છે એવી ત્વચા જે, સ્વચ્છ હોય, જેમાં ચમક હોય અને જે તાજગીસભર લાગે, પછી તેનો રંગ કેવો છે તે મહત્ત્વનું નથી. અમસ્તા જ આપણે કૃષ્ણને શ્યામ સુંદર નથી કહેતા. શ્યામ પણ સુંદર હોઈ શકે છે.
સ્ત્રીઓને માટે સુંદર દેખાવું એ દુનિયાને દેખાડવા માટે નહીં, પણ પોતાના માટે પણ મહત્ત્વનું છે. તેમને સુંદર દેખાવું ગમે છે. માટે સ્ત્રીઓ કોઈ ને કોઈ રીત અજમાવીને પોતાની ત્વચાના સૌંદર્યને નિખારવા પ્રયત્ન કરે છે. આજે આપણે વાત કરીએ ત્વચા પર કુદરતી ગ્લો લાવવા માટે કેટલાક સરળ નુસખાઓની.
ત્વચાના સૌંદર્ય વર્ધક પદાર્થોની જાહેરાતો ઉપર જો તમે ધ્યાન આપ્યું હશે તો જોયું હશે કે આજકાલ દરેક ઉત્પાદન એવો દાવો કરે છે કે તેમાં એલોવેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું કારણ એલોવેરાના ગુણધર્મો છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે. એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે. એવું પણ કહેવાય છેકે એલોવેરા 5,000 વર્ષથી રામબાણ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. આજે આપણે જાણીએ એલોવેરા કેવી રીતે ત્વચાના સૌંદર્યને નિખારવામાં મદદ કરી શકે.
એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરાનો ઉપયોગ સદીઓથી ત્વચા સંબંધિત સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલ, ડાઘ અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને હાઇડે્રટેડ રાખે છે અને તેને નરમ બનાવે છે. આ ઉપરાંત, તે ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. એલોવેરા જેલને નિયમિતપણે ચહેરા પર લગાવવાથી ત્વચા ગોરી અને ચમકદાર બને છે. ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે એલોવેરા જેલમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવી શકો છો.

એલોવેરા અને મધ
ત્વચાના ડાઘ અને ખીલને દૂર કરવા માટે તમે એલોવેરા જેલને મધમાં મિક્સ કરીને લગાવી શકો છો. મધમાં એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને નરમ બનાવે છે. આ માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. લગભગ 15 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા અને લીંબુનો રસ
ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે એલોવેરા જેલમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે ત્વચાના ડાઘને હળવા કરે છે. આ ઉપરાંત, તે ત્વચાના રંગને સુધારવામાં પણ મદદ કરે છે. આ માટે એક બાઉલમાં 2 ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો અને 1-2 મિનિટ સુધી ગોળ ગતિમાં મસાજ કરો. લગભગ 15 મિનિટ સુધી રાખ્યા બાદ પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ગોરી અને ચમકદાર દેખાશે.

એલોવેરા અને ગુલાબજળ
જો તમે ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો, તો તમે તેને એલોવેરા અને ગુલાબજળમાં મિક્સ કરીને લગાવી શકો છો. ત્વચાને હાઇડે્રટ રાખવાની સાથે ગુલાબ જળ મૃત ત્વચાને પણ સાફ કરે છે. તેમાં રહેલા ગુણો ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં બે ચમચી એલોવેરા જેલ અને એક ચમચી ગુલાબજળ લો. આ બંનેને સારી રીતે મિક્સ કર્યા બાદ તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. લગભગ 10 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ત્વચામાં કુદરતી ચમક આવશે.કોઈપણ વસ્તુ મિક્ષ કર્યા વિના તમે એકલું એલોવેરા પણ ચહેરા પર નિયમિત લગાવી શકો છો. તેનાથી પણ તમારી ત્વચાને ફાયદો થશે. તેના માટે તમારે બજારમાં મળતા જેલ પર આધાર રાખવાની જરૂર પણ નથી. તેને ઘરમાં ઉગાડવું પણ સહેલું છે અને તે સસ્તું તો પડશે જ, સાથે શુદ્ધતા બાબત કોઈ ચિંતા કે શંકા નહીં રહે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…