‘ચિઠ્ઠી આઈ હૈ’ ગઝલ સાંભળીને શો-મેન રાજ કપૂર રડી પડ્યા હતા…!
મુંબઈ: ફેમસ થવું અને પોતાનો મોટો ચાહક વર્ગ ઊભો થાય એવું ઇચ્છવું એ દરેક કલાકારનું સપનું હોય છે. આજે મખમલી ગઝલના બેતાઝ બાદશાહ પંકજ ઉધાસનું નિધન થયુંને કરોડો ગઝલપ્રેમીઓ જોરદાર આઘાત લાગ્યો હતો. આજે મુંબઈમાં 72 વર્ષના પંકજ ઉધાસનું નિધન થયું હતું, પરંતુ તેમની જિંદગીના અમુક કિસ્સા આજીવન લોકોના દિમાગમાં છવાયેલા રહેશે, જે પૈકી નામ ફિલ્મનું નામ મોખરે રહ્યું હતું.
સંજય દત્ત અને કુમાર ગૌરવની ‘નામ’ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી, તેમાંય વળી ફિલ્મનું ગીત ચિઠ્ઠી આઈ હૈ ગઝલે ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં લોકપ્રિયતા મેળવી હતી. ચિઠ્ઠી આઈ હૈ ગીત સાંભળીને રાજ કપૂર રડી પડ્યા હતા. એના સંબંધમાં એક જાણીતો કિસ્સો છે. જ્યુબિલિ કુમાર રાજેન્દ્ર કુમાર અને શો-મેન રાજ કપૂર બેસ્ટ ફ્રેન્ડ હતા. રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે રાજેન્દ્ર કુમારે આરકેને પંકજ ઉધાસના અવાજમાં ગાયેલું ગીત ચિઠ્ઠી આઈ હૈ સંભળાવ્યું હતું એ સાંભળીને રાજ કપૂર રડી પડ્યા હતા. એ ગીતને એટલી બધી લોકપ્રિયતા મળી હતી કે તેમના સિવાય બીજું કોઈ ક્યારેય ગાઈ શકયું નહીં.
આ ફિલ્મ માટેનો કિસ્સો પણ મહત્ત્વનો છે. વિદેશમાં પંકજ ઉધાસને ગઝલ ગાયિકામાં જોરદાર લોકપ્રિયતા મળી હતી. એ વખતે એક્ટર રાજેન્દ્ર કુમારે ગીત સાંભળ્યું તો તેમનાથી ઈમ્પ્રેસ થઈ ગયા હતા. રાજેન્દ્ર કુમાર ઈચ્છતા હતા કે એક ફિલ્મમાં ગીત ગાય પણ પંકજ ઉધાસે મનાઈ કરી હતી. ત્યારપછી રાજેન્દ્ર કુમાર ઈચ્છતા હતા કે એક ફિલ્મમાં ગીત ગાય પણ પંકજ ઉધાસે મનાઈ કરી હતી. ત્યારપછી રાજેન્દ્ર કુમારે તેમના ભાઈ મનહર ઉધાસ મારફત મીટિંગ ફિક્સ કરી અને ત્યાર પછી નામ ફિલ્મમાં કામ કર્યું અને ગઝલ ચિઠ્ઠી આઈ હૈમાં અવાજ આપ્યો હતો. આ ફિલ્મમાં ગાયેલી ગઝલ ઉત્કૃષ્ટ સાબિત થઈ હતી. મઝાની વાત એ હતી કે આ ગઝલનું એડિટિંગ ડેવિડ ધવને કર્યું હતું.
પંકજ ઉધાસ ગઝલ ગાયકીને એટલે સુધી પ્રેમ કરતા હતા કે તેના માટે ઉર્દૂ શીખ્યા હતા. એક વાર સ્ટેજ પર પફોર્મ આપી રહ્યા હતા, જેમાં પહેલેથી ચાર-પાંચ ગઝલ ગાઈ ચૂક્યા હતા, ત્યારે એક દર્શક તેમની નજીક આવ્યો હતો અને ફરી એક ગઝલ ગાવાની ફરમાઈશ કરી હતી તો ગાવાની મનાઈ કરી હતી. ત્યાર પછી એ વ્યક્તિ એટલો ગુસ્સે ભરાઈ ગયો કે તેમની સામે બંદૂકની અણીએ ગાવા જણાવ્યું હતું.