આમચી મુંબઈ

મુંબઈ-બેંગલૂરુ ફ્લાઇટમાં બોમ્બ મુકાયાની અફવા

મુંબઈ: અકાસા એરની મુંબઈ-બેંગલૂરુ ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની અફવાએ તંત્રમાં હલચલ મચાવી દીધી હતી. મુસાફરોના સામાન સહિત સમગ્ર વિમાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેના કારણે ફ્લાઇટ સાડા સાત કલાક મોડી પડી હતી.
અકાસા એર કંપનીની ફ્લાઈટ `ક્યૂપી 1376′ શનિવારે સાંજે 6.10 વાગ્યે મુંબઈથી ઉપડવાની હતી. મુસાફરો સમયસર પ્લેનમાં ચઢી ગયા બાદ થોડી જ વારમાં કોઇપણ જાતની સૂચના આપ્યા વિના મુસાફરોને ઉતારી દેવાયા હતા અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, સીઆઈએસએફ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડે વિમાનને ઘેરી લીધું હતું. સમગ્ર વિમાન અને સામાનની તપાસ કરવામાં આવી હતી. તેમાં કશું જ ન મળતાં પછી રાત્રે બે વાગે ફ્લાઇટ ઉપાડવામાં આવી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button