સ્પોર્ટસ

રાંચીમાં જયસ્વાલે કોહલીના સાત વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી, કઈ રીતે જાણો?

રાંચી: ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. જો કે યશસ્વી જયસ્વાલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી સાથે સંયુક્ત રીતે નંબર-1 બેટ્સમેન બની ગયો છે.

યશસ્વી જયસ્વાલે આ શ્રેણીમાં 655 રન કર્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 655 રન કર્યા હતા. આ રીતે યશસ્વી જયસ્વાલ પાસે ધર્મશાલા ટેસ્ટમાં વિરાટ કોહલીને પાછળ છોડવાની તક મળશે.
યશસ્વી જયસ્વાલ માત્ર 1 રન કરીને કોહલીને પાછળ છોડી દેશે. યશસ્વી જયસ્વાલ માટે આ સિરીઝ શાનદાર રહી છે. અત્યાર સુધી યશસ્વી જયસ્વાલે આ શ્રેણીમાં બે બેવડી સદી ફટકારી છે. આ સિવાય તેણે બે વખત પચાસ કરતા વધુ રન ફટકાર્યા છે.

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી ટોચ પર છે. બંનેના નામે 655 રન છે.

આ પછી રાહુલ દ્રવિડ બીજા નંબર પર છે. રાહુલ દ્રવિડે 2002માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 602 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી ફરી ત્રીજા નંબર પર છે. આ બેટ્સમેને 2018માં 593 રન કર્યા હતા. ત્યારબાદ પાંચમા નંબરે વિજય માંજરેકર છે. વિજય માંજરેકરે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 586 રન ફટકાર્યા હતા. તેમણે વર્ષ 1961માં આ રન ફટકાર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button