આમચી મુંબઈ

Buldhana accident: ડ્રાઇવરની આંખ લાગતા ગુમાવ્યો સ્ટિયરિંગ પરનો કાબૂ: બુલઢાણાના પાસે અકસ્માતમાં 7-8 મુસાફરો જખમી

બુલઢાના: બુલઢાનામાં જૂના મુંબઇ-પુણે-નાગપૂર હાઇવે પર સુલતાનપૂર પાસે ખાનગી બસનો અકસ્માત થયો છે. બસ ડ્રાઇવરને ઊંઘ આવતા તેણે પૂર ઝડપે દોડી રહેલી બસ પરનો કાબૂ ગૂમાવતા આ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7થી 8 મુસાફરોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાઇ અમૃત ટ્રાવેલ્સની બસ પુણેથી નાગપુર થઇ રહી હતી. ત્યારે સવારે 7:15 વાગે આ અકસ્માત થયો હતો. આ બસમાં 35 મુસાફરો હતાં. ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા સૌથી પહેલાં બસ એક ઝાડ સાથે અથડાઇ હતી અને ત્યાર બાદ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેની હાલત નાજૂક છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સ્થાનીકોની મદદથી પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.


અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે લોનાર તાલુકાના બીબી-માંડવા માર્ગ પર એસટી બસ અને સ્કૂલ વેન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ડ્રાઇવર સહિત 17 બાળકોને ઇજા થઇ હતી. ગઇ કાલે સવારે 10 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જાલનાની હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા હતાં. સહકાર વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દહિહાંડીના કાર્યક્રમ માટે જઇ રહ્યાં હતાં.


દરમીયાન માંડવા ગામ પાસે એસટી બસના ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં બસ સ્કૂલ વેન સાથે અથડાઇ હતી.આ અકસ્માતમાં 17 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીઓની ઉંમર 6 થી 16 વર્ષની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button