નેશનલ

‘અગ્નિપથ’ યોજના પર આ શું બોલ્યા સચિન પાયલટ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક પક્ષો પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. મોદી સરકાર સત્તાની હેટ્રિક મારવા તત્પર છે, તો વિપક્ષો મોદીને કોઇપણ ભોગે હરાવવા માગે છે. વિપક્ષ નિયમિત રીતે કેન્દ્ર સરકાર અને તેની નીતિઓ પર પ્રહાર કરી રહ્યો છે. દરમિયાન દીપેન્દ્ર હુડ્ડા અને સચિન પાયલટે મોદી સરકારની અગ્નિપથ યોજનાની ટીકા કરી સરકાર પર નિશાન સાધ્યું છે.

દીપેન્દ્ર હુડ્ડાએ સરકારને સવાલ કર્યો હતો કે કેન્દ્ર સરકારે કોની સલાહ પર અગ્નિપથ યોજના શરૂ કરી હતી? ભારતીય સેના કે દેશના કોઇ રાજકીય પક્ષે તેમના ચૂંટણી ઘોષણામાં અગ્નિપથ યોજના અંગે કોઇ વચન આપ્યું નહોતું. તો પછી આ યોજના શા માટે લાવવામાં આવી?
sachuin
દીપેન્દ્ર હુડ્ડા ઉપરાંત કૉંગ્રેસી નેતા સચિન પાયલટે પણ અગ્નિપથ યોજના સામે સવાલ ઊભા કર્યા છે અને ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે સેના પર રાજનીતિ કરીને દેશનું નિર્માણ ના થઇ શકે. તેમણે અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવશે કે સેનામાં ભરતી કડક રીતે થવી જોઈએ. જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે આ માટે એક કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 14 જૂન, 2022ના રોજ અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટે ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાને મંજૂરી આપી હતી. અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોને માત્ર 4 વર્ષ માટે જ સેનામાં જોડાવાની તક મળે છે. ચાર વર્ષની સેવા પછી અગ્નિપથ યોજના હેઠળ સેનામાં જોડાતા અગ્નિશામકોને નિવૃત્તિ પર અંદાજે 12 લાખ રૂપિયા મળે છે. આ રકમની મદદથી અગ્નવીર ભવિષ્યમાં પોતાના માટે કોઈપણ કામ કરી શકે છે. અગ્નિપથ યોજના હેઠળ, સાડા સત્તર ​​થી 21 વર્ષની વયના યુવાનો ચાર વર્ષ માટે સેનામાં પ્રવેશ મેળવી શકે છે. ઉપરાંત, આ યોજના હેઠળ, દરેક બેચમાંથી 25 ટકા વધુ લોકોને 15 વર્ષ સુધી જાળવી રાખવાની યોજના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?