Marchમાં કુંભમાં બે મિત્રગ્રહ કરશે યુતિ, આ રાશિના જાતકોને મોજા હી મોજા… જોઈ લો તમારી રાશિ તો નથી ને???
વૈદિક જ્યોતિષમાં કોઈ પણ ગ્રહોની યુતિનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ જ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે ત્યારે તમામ રાશિના જાતકો પર તેની ઊંડી અસર પડે છે. ગ્રહોના ગોચર કે યુતિ બનવાને કારણે 12 12 રાશિના જાતકો પર તેની સારી ખરાબ બંને અસર જોવા મળી શકે છે અને આજે આપણે અહીં આવી જ એક યુતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આવતા મહિને એટલે કે માર્ચ મહિનામાં પણ આવો જ ગ્રહોની યુતિ બનવા જઈ રહી છે. માર્ચ મહિનામાં કુંભ રાશિમાં શનિ અને શુક્રની યુતિ બની રહી છે અને આ યુતિની અમુક રાશિના લોકોના જીવન પર વિશેષ પ્રભાવ પાડશે. કુંભ રાશિમાં શનિ અને શુક્રનો સંયોગ ઘણી રાશિઓ માટે સારા નસીબ લાવશે. નાણાકીય લાભ અને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આવો જોઈએ કયારે થઈ રહી છે આ યુતિ અને કઈ કઈ રાશિના લોકોને એનો વિશેષ લાભ મળી રહ્યો છે…
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી પ્રમાણે ન્યાયના દેવતા શનિ પહેલાંથી જ સ્વરાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 7મી માર્ચના સવારે 10:33 વાગ્યે, શુક્ર પણ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેને કારણે કુંભ રાશિમાં શનિ અને શુક્રની યુતિ થશે. તમારી જાણ માટે કે કુંભ રાશિના સ્વામી સ્વયં શનિદેવ છે અને આવી પરીસ્થિતિમાં શુક્રનો કુંભ રાશિમાં પ્રવેશ અને યુતિ બનવાને કારણે અનેક રાશિઓ માટે શુભ પરિણામો મળી રહ્યા છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેને આ યુતિને કારણે લાભ થઈ રહ્યો છે…
વૃષભ:
વૃષભ રાશિના લોકોને કુંભ રાશિમાં શુક્ર-શનિની યુતિ બનવાને કારણે શુભ પરિણામો મળી રહ્યા છે. આ રાશિના લોકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે જે આ રાશિના લોકોને નવી તકો અને કારકિર્દી અને મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા તરફ દોરી જશે. કામના સ્થળે પ્રગતિની તકો મળશે. નોકરી-ધંધામાં સારા પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે. મનગમતું કામ મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વેપારમાં તમને સારો નફો અને બેસ્ટ ડીલ મળી શકે છે.
કર્કઃ
શુક્ર અને શનિની યુતિના કારણે કર્ક રાશિના લોકોને નવી તકો મળશે. તમારા પ્રેમ જીવનમાં ઉત્સાહ અને આનંદ રહેશે. કરિયરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. તમને તમારા કામમાં સારા નસીબ મળશે જેના કારણે અટકેલા કામ પૂર્ણ થશે. સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે. કાર્ય અને અંગત જીવનમાં શાંતિ અને પ્રગતિની સંભાવના છે.
તુલા:
તુલા રાશિના લોકો માટે કુંભ રાશિમાં શનિ-શુક્રની યુતિ કોઈ વરદાનથી ઓછી નહીં સાબિત થાય, કારણ કે તુલા રાશિનો સ્વામી શુક્ર છે અને શનિની રાશિ કુંભમાં તેના મિત્ર શનિ સાથે યુતિ બનાવી રહ્યો છે. આવી પરીસ્થિતિમાં તુલા રાશિના લોકોને સારા સમાચાર અને સારા પરિણામ મળી રહ્યા છે. આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કરી રહેલા લોકોને નવી નોકરી માટે ઓફર આવી શકે છે. રોકાણ સંબંધિત લાભ પણ મળી શકે છે.
મકર:
શનિ અને શુક્રની યુતિને કારણે મકર રાશિના લોકોને કારકિર્દીમાં સારી અને નવી નવી તકો મળતાં મન એકદમ પ્રફુલ્લિત રહેશે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. નાણાકીય લાભ માટે સારી સારી તકો મળશે. વૈવાહિક જીવનમાં આનંદ અને સંતોષ જોવા મળશે.
કુંભ:
કુંભ રાશિમાં શનિ અને શુક્રની યુતિને કારણે તમને આ રાશિના લોકોને કામના સ્થળે કોઈ મોટી સફળતા હાંસિલ થઈ રહી છે. આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મકતાનું આગમન થશે અને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થઈ રહી છે. જીવનમાં સકારાત્મક પરિણામો મળશે. લોકો સાથે સારો તાલમેલ જળવાઈ રહેશે. પ્રગતિના નવા રસ્તા ખુલતા ખુશીનો કોઈ પાર નહીં રહે.