નેશનલ

આજે મરીયમ નવાઝ પંજાબના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાશે

લાહોર : ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરીયમ નવાઝ સોમવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીક્ે ચૂંટાશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ -નવાઝ પક્ષે પંજાબ વિધાનસભાના સ્પીકર અને નાયબ સ્પીકરના હોદ્દા આ અગાઉ જીતી લીધા છે. પંજાબ વિધાનસભાના સચિવ એમેર હબીબે એક નિવેદનમાં કહ્યું હતું કે સોમવારે પંજાબના મુખ્ય પ્રધાનની ચૂંટણી થશે.

પીએમએલ-એન અને તેમના સાથીપક્ષો પાસે સાદી બહુમતી હોવાથી પક્ષને મુખ્ય પ્રધાનપદ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં નડે.મુખ્ય પ્રધાનના હોદ્દા માટેની ચૂંટણી ૫૦ વર્ષનાં મરીયમ નવાઝ અને ઈમરાન ખાનના પક્ષ તેહરિક-એ-ઈન્સાફના ટેકો ધરાવતાં
સુન્ની ઈતેહાદ કાઉન્સિલના ઉમેદવાર રાણા અફતાબ અહમદ વચ્ચે હશે. પંજાબ વિધાનસભાના મેરેથોન સત્રમાં વિધાનસભ્યોએ ગુપ્ત મતદાન વડે પીએમએલ-એનના નેતા મલિક અહમદને સ્પીકર અને ઝહીર ઈકબાલ ચન્નારને નાયબ સ્પીકર તરીકે પસંદ કર્યા હતા. શરીફના વિશ્ર્વાસુ મલિક અહમદ ખાને પીટીઆઈનો ટેકો ધરાવતાં ઈતેહાદ કાઉન્સિલના ઉમેદવાર મલિક અહમદ ખાન બચ્ચરને પરાજિત કર્યા હતા. પીએમએલ-એનના ઉમેદવારને સાથીપક્ષો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, પાકિસ્તાન મુસ્લિમ લીગ-ક્યુ અને ઈસ્તેકામ-એ-પાકિસ્તાન પાર્ટીને ટેકો આપ્યો હતો. ૩૨૨ મતમાંથી મલિકને ૨૨૪ મત અને અહમદને ૯૬ મત મળ્યા હતા. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button