નેશનલ

બેટ દ્વારકાનાં સુદર્શન બ્રિજનું વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ

ઉદ્ઘાટન: ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બંધાયેલા ભારતના સૌથી લાંબા કેબલ-સ્ટેઈડ બ્રિજ સુદર્શન સેતુનું રવિવારે ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તે સમયે તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા હતા. (એજન્સી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચીને શ્રીકૃષ્ણના મંદિરમાં પૂજા અર્ચના બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાન મોદી સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકાના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વડા પ્રધાને શ્રીકૃષ્ણની આરતી પણ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. આ સિગ્નેચર બ્રિજને તૈયાર કરવામાં લગભગ ૯૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ૨.૩૨ કિમી.ની લંબાઇ સાથે, તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે. આ ફોર લેન સિગ્નેચર બ્રિજની બંને સાઈડ અઢી મીટરનો પેડેસ્ટ્રિયન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. જેને આસ્થાનો સેતુ નામ આપવામાં આવ્યું છે. ઓખા ખાતે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરી દ્વારકા ખાતે આવી પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારકા ખાતે હેલિપેડથી મોટર માર્ગે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જવા નીકળેલા વડા પ્રધાનનું માર્ગમાં ઠેરઠેર નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. દર્શન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનડીએચ ગ્રાઉન્ડ પર બપોરે જાહેર સભાને સંબોધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં કેટલાક પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ભૂમિ પૂજનના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દ્વારકાથી વડા પ્રધાન દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને ચાર હજાર કરોડથી વધારેના વિકાસના કાર્યોની ભેટ આપી હતી. આ અંતર્ગત કુલ ૧૧ વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કયુર્ર્ં હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદી શનિવારની રાત જામનગરના સર્કિટ હાઉસમાં રોકાયા હતા. તે પહેલા તેમણે જામનગરમાં રોડ-શો કર્યો હતો. રાત્રે વડા પ્રધાને કરેલા રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે ઊમટી પડ્યા હતા. જામનગરમાં ગુજરાતના પરંપરાગત નૃત્ય ગરબા સાથે વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, જામનગરમાં ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત