નેશનલ

‘યે હૈ દિલ્હી મેરી જાન’

કુતુબ મિનાર પર અચાનક દેખાયું 'ચંદ્રયાન-3'

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીને G20 સમિટ માટે સંપૂર્ણ રીતે સજાવવામાં આવી છે. જે લોકોએ પણ દિલ્હીનો નજારો જોયો છે તેઓ કહે છે કે, ‘વાહ! યે દિલ્હી મેરી જાન હૈ.’ જી-20 સમિટ માટે રાજધાની દિલ્હીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. લોકો રાજધાની દિલ્હીના મોહમાં પડી ગયા છે. ખુદ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પરિવર્તિત દિલ્હીના રંગરૂપ, ઠાઠમાઠ, રોશનીનો ઝળહળાટ, સુંદરતા જોઇને કહ્યું હતું કે તેમણે છેલ્લા ત્રીસ વર્ષમાં આટલી સુંદર દિલ્હી જોઈ નથી. આ બધાની વચ્ચે તાજેતરમાં કુતુબ મિનાર પર એવો નજારો જોવા મળ્યો કે લોકો આનંદઆશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા. લેસર લાઈટ શો દ્વારા કુતુબ મિનાર પર લોકોને ચંદ્રયાન-3ની ઝલક જોવા મળી હતી.

https://twitter.com/AshishK_IND/status/1699320757304873100


જી-20 સમિટને ધ્યાનમાં રાખીને કુતુબ મિનાર પર લેસર લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને કુતુબ મિનાર પર દુબઇના બુર્જ ખલીફાની તર્જ પર દેશની સંસ્કૃતિ, સિદ્ધિ દર્શાવવામાં આવી રહી છે. આ લેસર શોને G20ના પ્રતિનિધિઓ તો માણશે જ, પણ તેપહેલા દિલ્હીના લોકોને પણ આ લેસર શો જોવા મળ્યો હતો. કુતુબ મિનારની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં કુતુબ મિનાર લેસર લાઇટમાં ચમકતો જોવા મળી રહ્યો છે. લેઝર શોમાં કુતુબ મિનાર પર આવી ઘણી વસ્તુઓ જોવા મળે છે જેને જોવાની લોકોને ખરેખર મજા આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button