એર ફોર્સે આર્મીના પૂર્વ જવાનનો કંઈક આ રીતે બચાવ્યો જીવ, જાણો શું છે કિસ્સો?
નવી દિલ્હી: ભારતીય સેના દરેક મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના લોકોની મદદ માટે આગળ રહે છે. ભારતીય સેનાની બહાદુરીના અનેક કિસ્સા આપણે જોયા છે. તાજેતરમાં ભારતીય એરફોર્સ (Indian Airforce)ને મળેલી શોર્ટ નોટિસ બાદ ડોર્નિયર પ્લૅનને એક પૂર્વ આર્મી જવાનનો જીવ બચાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું.
23 ફેબ્રુઆરીએ ઇન્ડિયન એર ફોર્સની મદદથી ડૉક્ટરની એક ટીમને પૂર્વ આર્મી સૈનિકનો જીવ બચાવવા માટે લીવર સાથે પુણેથી નવી દિલ્હીના આર્મી હૉસ્પિટલ એરલિફ્ટ કરાવ્યા હતા. એર ફોર્સના આ ઓપરેશનની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવી છે.
એક અધિકારીએ માહિતી આપી હતી કે 23 ફેબ્રુઆરીની રાતે મહારાષ્ટ્રના પુણેથી દિલ્હીની એક આર્મી હૉસ્પિટલમાં ઓપેરેશન દરમિયાન સેનાના પૂર્વ જવાનને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. આ માહિતી ભારતીય વાયુ સેનાને મળ્યા બાદ શોર્ટ નોટિસમાં ઇન્ડિયન એરફોર્સના ડોર્નિયર એરક્રાફ્ટને તૈયાર કરી ડૉક્ટરોની એક ટીમ સાથે લીવરને સુરક્ષિત રીતે પહોંચાડતા પૂર્વ સૈનિકનો જીવ બચાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું.
એર ફોર્સ દ્વારા આ મિશનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. દિલ્હીના કૈટ વિસ્તારમાં એક આર્મી હૉસ્પિટલ આવેલી છે. આ હૉસ્પિટલમાં આર્મીથી જોડાયેલા અધિકારીઓ અને તેમના પરિવારની સારવાર કરવામાં આવે છે. આ પહેલા પણ ગયા વર્ષના જુલાઈ મહિનામાં એર ફોર્સ દ્વારા નાગપુરથી પુણે એક હૃદયને એરલિફ્ટ કરાવવામાં આવ્યું હતું.