આમચી મુંબઈ

થાણેમાં છ શ્વાનને ઝેર આપીને મારી નાખ્યા: ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના ગણેશપુરી વિસ્તારમાં છ શ્ર્વાનને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ભિવંડીમાં રહેતી મનીષા પાટીલે પોલીસને જણાવ્યું હતું કે તેના બે પાળેલા શ્ર્વાને 21 ફેબ્રુઆરીએ સવારે ઊલટી કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

આ જ વિસ્તારના અન્ય ત્રણ રહેવાસી કાશીનાથ રાવતે, દિનેશ જાધવ અને રવીન્દ્ર રાવતેએ પણ પોલીસનો સંપર્ક સાધીને જણાવ્યું હતું કે તેમના શ્ર્વાનના પણ આવી જ રીતે મૃત્યુ થયાં હતાં. એ જ દિવસે અન્ય રખડતા શ્ર્વાનનું પણ મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા છ શ્ર્વાનમાં બે લેબ્રાડોર અને એક જર્મન શેફર્ડનો સમાવેશ હતો. અજાણી વ્યક્તિએ શ્ર્વાનોને ઝેર આપીને મારી નાખ્યા હોવાનું અમને લાગી રહ્યું છે, એમ ગણેશપુરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન આ પ્રકરણે 22 ફેબ્રુઆરીએ આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 428 (હત્યા, ઝેર આપવું) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button