સ્પેશિયલ ફિચર્સ

LICની આ સ્કીમ મહિલાઓને બનાવશે LAKHPATI, ફટાફટ જાણી લો તમે પણ…

આપણે ભારતીયો સેવિંગમાં ખૂબ વિશ્વાસ રાખે છે અને આ જ કારણસર વિવિધ સ્કીમ અને પેન્શનમાં ભારતીયો રોકાણ કરે છે. આજે આપણે અહીં એલઆઈસીની એક આવી જ પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પોલિસીનું નામ છે એલઆઈસી આધાર શિલા પોલિસી છે અને તમામ મહિલાઓ કે જેમની ઉંમર 8થી 55 વર્ષની વચ્ચે છે તેઓ તેનો લાભ ઉઠાવી શકે છે.

આ પોલિસીમાં મહિલાઓને અનેક પ્રકારના ફાયદાઓ છે અને આ પોલિસીમાં કોઈ પણ મહિલા ઓછામાં ઓછા 75,000 રૂપિયાથી લઈને વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ ખરીદી શકે છે. આ સ્કીમમાં ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક એમ ત્રણેય પ્રકારે રોકાણ કરી શકાય છે. ઓછોમાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ માટે રોકાણ કરી શકાય છે.


આ યોજનામાં જો તમે ઉંમરના 30મા વર્ષે શરૂ કરો અને દરરોજ 60 રૂપિયા પણ જમા કરાવશો કો એક વર્ષમાં તમે એલઆઈસી આધાર શિલા સ્કીમમાં રૂપિયા 21,918 જમા કરાવી શકશો અને આગામી 20 વર્ષ સુધીમાં તમે આ રીતે કુલ 4.30 લાખ રૂપિયા બચાવી શકશો. મેચ્યોરિટી પર તમને 8 લાખ રૂપિયા પાછા મળશે.


એલઆઈસીની આધારશિલા યોજના સિક્યોરિટી અને સેવિંગ બંને પ્રદાન કરે છે. આનો લાભ કેવલ એવી જ મહિલાઓ ઉઠાવી શકશે જેમની પાસે આધારકાર્ડ છે. એલઆઈસીની આ સ્કીમ પોલિસીહોલ્ડર અને તેના પરિવારને ડેથ બેનેફિટ પણ આપે છે. પોલિસી હોલ્ડરના મૃત્યુ બાદ ફાઈનાન્શિયલ હેલ્પ પૂરી પાડવામાં આવે છે. તેમ પણ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button