રાશિફળસ્પેશિયલ ફિચર્સ

March મહિનામાં થશે ગ્રહોની મોટી ઉથલપાથલ, આ ચાર રાશિના જાતકોનો Golden Period થશે શરુ…

ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને આરે છે અને ચાર જ દિવસમાં માર્ચ મહિનાની શરુઆત થઈ જશે. જ્યોતિષીઓની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે આ મહિનામાં અનેક મોટા મોટા ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે. ગ્રહોની આ હિલચાલ 12-12 રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચાવશે, પણ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે કે જેમના માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. ચાલો જોઈએ કયા છે આ ગ્રહો અને એને કારણે કઈ કઈ રાશિઓને ફાયદો થઈ રહ્યો છે.


જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 7મી માર્ચના ગ્રહોનો રાજકુમાર બુધ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને 12 માર્ચના શુક્ર શનિની કુંભમાં પ્રવેશી રહ્યા છે. આ હિલચાલના બાદમાં બે દિવસ બાદ એટલે કે 14મી માર્ચના ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે અને એક્ઝેક્ટલી ચાર દિવસ બાદ 18મી માર્ચના ન્યાયના દેવતા શનિનો ઉદય થઈ રહ્યો છે. આ તમામ ગ્રહોની હિલચાલને કારણે ચાર રાશિના જાતકો માટે ગોલ્ડન ટાઈમ શરૂ થઈ રહ્યો છે.

Raashi
મેષ રાશિના લોકો માટે માર્ચ મહિનામાં થઈ રહેલાં ગ્રહોની આ હિલચાલમાં પરિવર્તન શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત રહેશે અને સકારાત્મકતાનો અહેસાસ થશે. નવા નવા સ્રોતથી લાભ જ લાભ થઈ રહ્યો છે, જેને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કરિયરમાં પણ નવા નવા શિખરો સર કરશો.



આ રાશિના લોકો માટે પણ ચારેય મહત્ત્વના ગ્રહોના ગોચરથી લાભ જ લાભ થઈ રહ્યો છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ રહ્યું છે. કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યા હતા તો તેમાં પણ સફળતા મળી રહી છે. નોકરી કરતા લોકોને પ્રમોશનની સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો.


કર્ક રાશિના લોકો માટે માર્ચ મહિનો શુકનિયાળ સાબિત થઈ રહ્યો છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. વેપાર કરતા લોકો માટે સમય સારો રહેશે અને તેમને ફાયદો પણ થઈ શકે છે. સરકારી નોકરી મળવાના ચાન્સ પણ છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સુધારો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button