Sandeshkhali Violence: ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીને પોલીસે અટકાવી
કોલકાત્તાઃ સંદેશખાલી જઈ રહેલી ફેક્ટ ફાઈડિંગ કમિટીને અટકાવવામાં આવી હોવાના અહેવાલો છે. તેના સભ્યના કહેવા અનુસાર જ્યારે તેઓને સંદેશખાલીથી લગભગ 70 કિમી દૂર દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભોજેરહાટથી આગળ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારે ટીમના સભ્યોએ ત્યાં વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના સભ્ય ચારુ વલી ખન્નાએ આરોપ લગાવ્યો કે સરકાર નથી ઈચ્છતી કે અમે પીડિતોને મળી તેમની સાથે વાત કરીએ.
સિવિલ સોસાયટી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના સભ્યો જેઓ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં પીડિતોને મળવા અને ત્યાં માનવ અધિકારોના ઉલ્લંઘન વિશે માહિતી એકત્ર કરવા જઈ રહ્યા હતા, તેમને રવિવારે પોલીસે આગળ વધતા અટકાવ્યા હતા. જ્યારે તેઓને સંદેશખાલીથી લગભગ 70 કિમી દૂર દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભોજેરહાટથી આગળ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારે ટીમના સભ્યોએ ત્યાં વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
કોલકાતા પોલીસના ભાંગર વિભાગના ડેપ્યુટી કમિશનર સૈકત ઘોષે મીડિયાને જણાવ્યું હતું કે અમે તેમને ત્યાંથી પસાર ન થવા વિનંતી કરી રહ્યા હતા પરંતુ તેઓ ગેરકાયદેસર રીતે પોલીસ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેથી અમારે સાવચેતીની કલમો હેઠળ ધરપકડ કરવી પડી હતી.
અગાઉ ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના સભ્ય ચારુ વલી ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે મમતા સરકાર નથી ઈચ્છતી કે અમે પીડિતોને મળીએ. તેણે કહ્યું કે અમે સંદેશખાલી જઈ રહ્યા હતા, પરંતુ તેઓએ અમને રોક્યા… પોલીસે જાણી જોઈને અમને રોક્યા છે અને સામાન્ય લોકો માટે સમસ્યા ઊભી કરી રહી છે. પોલીસ અમને સંદેશખાલીના પીડિતોને મળવા દેતી નથી.