ટોપ ન્યૂઝનેશનલ

19મી એપ્રિલે ચૂંટણી, 22મીએ પરિણામ? ચૂંટણી પંચે વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરી

નવી દિલ્હી: આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરે તેની રાહ જોવાઈ રહી છે. એવામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણી 19 એપ્રિલે યોજાશે. જોકે ચૂંટણી પંચે આ વારલ મેસેજ અંગે સ્પષ્ટતા કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે વાયરલ થયેલો મેસેજ તથ્યહીન છે, ચૂંટણીની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે, ટેક્સ્ટ અને વોટ્સએપ મેસેજ દ્વારા નહીં.

એક મેસેજમાં લોકસભા ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ શેર કરવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે 12 માર્ચે ચૂંટણી માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, ત્યાર બાદ આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવશે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે. મતદાનની તારીખ 19મી એપ્રિલ છે અને પરિણામ 22મી મેના રોજ જાહેર થશે.


આ ફેક મેસેજમાં ચૂંટણી પંચનું લેટરહેડ પણ દેખાઈ રહ્યું છે. આ મેસેજ વોટ્સએપ ગ્રુપ પર ફરતો થયો હતો. જે બાદ સવાલો ઉઠ્યા હતા કે લોકસભા ચૂંટણી એક જ તબક્કામાં કેવી રીતે કરાવી શકાય.


ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વાયરલ થઈ રહેલો મેસેજ નકલી છે. ચૂંટણી પંચે વોટ્સએપ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, એક મેસેજમાં લોકસભા ચૂંટણીના શેડ્યૂલને WhatsApp પર શેર કરવામાં આવી રહ્યું છે. આ મેસેજ ફેક છે. ચૂંટણી પાંચ દ્વારા હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.


ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને કરવામાં આવે છે. લોકોએ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા તેની ચકાસણી કરવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button