મનોરંજન

યાદ કિયા દિલ ને…: આ લેડી સુપરસ્ટારને જોવા અફઘાનીસ્તાનીઓ ગોળીઓ ચલાવવાનું બંધ કરી દેતા

અફઘાનીસ્તાન Afghanistanનું નામ આવે એટલે ગોળીબારી અને મિસાઈલો તો સામાન્ય લાગે. ગમે તેટલા શાસક બદલાય, પણ અહીં વાતાવરણ બદલાતું નથી ત્યારે તમને જાણીને નવાઈ લાગશે અને ગર્વ પણ થશે કે ભારતની એક હીરોઈને અહીં અમુક સમય પૂરતી ગોળીબારી બંધ કરાવી દીધી હતી. આ હીરોઈન અચાનક આપણને છોડી જતી રહી છે. તેના મૃત્યુને છ વર્ષ વીતી ગયા, પરંતુ તેનાં કામને લીધે દર્શકોના મનમાં તે હજુ એટલી જ તાજી છે. આ હીરોઈન એટલે હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી Lady Superstar Sridevi. 24મી ફેબ્રુઆરીએ મોડી રાત્રે દુબઈ ખાતે બાથટબમાં તે મૃત હાલતમાં મળી હતી અને 25મી ફેબ્રુઆરીએ ભારતીયોની સવાર આ દુઃખદ સમાચાર સાથે થઈ હતી. શ્રીદેવી Shridevi વિશે તમે ઘણું જાણ્યું છે ત્યારે ચાલો તમને એક એવી વાત કહીએ જે લગભગ તમારી માટે નવી હશે.

અમિતાભ બચ્ચન Amitabh Bachchan જેવા અભિનેતા હોવા છતાં જેને ડબલરોલ કરવા મળ્યો હતો તે શ્રીદેવી Sridevi ની ફિલ્મ ખુદા ગવાહ Khudagawahનું શૂટિંગ 1992માં અફઘાનીસ્તાનમાં થયું હતું. પહેલા બેનઝીર અને પછી મહેંદીની ભૂમિકામાં શ્રીદેવીનો જાદુ આ ફિલ્મમાં ચાલ્યો હતો.



જે સમયે આ ફિલ્મનું શૂટિંગ થયું હતું તે સમયે અફઘાનિસ્તાનમાં યુદ્ધનું વાતાવરણ હતું, દરેક જગ્યાએ ગોળીબાર ચાલી રહ્યો હતો અને મિસાઈલનો ઉપયોગ પણ સામાન્ય હતો. આ બધાના ડરને કારણે લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું.


અફઘાનિસ્તાનમાં આવું વાતાવરણ હોવા છતાં ત્યાંના રાષ્ટ્રપતિ નજીબુલ્લાહ અહમદઝાઈએ ફિલ્મના શૂટિંગ માટે પરવાનગી આપી હતી. વાસ્તવમાં નજીબુલ્લાહ ભારતીય ફિલ્મોના મોટા ચાહક હતા જ્યારે શ્રીદેવી અને અમિતાભ બચ્ચન શૂટિંગ માટે અફઘાનિસ્તાન ગયા હતા ત્યારે રાષ્ટ્રપતિ નજીબુલ્લાએ માત્ર બંનેની સુરક્ષા માટે ત્યાં અડધી સેના તહેનાત કરી હતી.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે પણ ફિલ્મનું શૂટિંગ થતું હતું, ત્યારે અફઘાનિસ્તાનથી લોકો ખાસ કરીને શ્રીદેવીને જોવા માટે એકઠા થતા હતા. ઘણી વખત એવું બનતું કે શ્રીદેવીને જોવા માટે ત્યાં ફાયરિંગ બંધ થઈ જાય. જ્યારે પણ શૂટિંગ પૂરું થતું ત્યારે ફરી ફાયરિંગ શરૂ થઈ જતું.



એકવાર તો એવું પણ બન્યું કે અફઘાન આતંકવાદી કમાન્ડર રોકેટ ફાયર કરવાનો હતો, પરંતુ આમ કરવાથી શ્રીદેવીને તકલીફ પડશે તે જાણી તેણે ફાયરિંગ બંધ કરી દીધું હોવાના અહેવાલો છે. આ જ કારણ છે કે અફઘાનિસ્તાનના લોકો શ્રીદેવીને શાંતિનું પ્રતિક માને છે.


જોકે શ્રીદેવીનું મોત હજુ પણ રહસ્યમય લાગે છે. યૂ ટ્યૂબર દિપ્તીએ ફરી આ મુદ્દો છંછેડ્યો હતો અને પતિ બોની કપૂર પર આક્ષેપો કર્યા હતા. દુબઈ ખાતે પારિવારિક પ્રસંગમાં ગયેલી શ્રીદેવી હોટેલના બાથરૂમના બાથટબમાં મૃત અવસ્થામાં મળી હતી. પહેલા હૃદયરોગ તે બાદ નશાની હાલતમાં હોવાથી બાથટબમાં ડૂબી જવાથી મોત વગેરે વગેરે થિયરીઓ બહાર આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…