આપણું ગુજરાત

વડા પ્રધાન મોદીએ દ્વારકામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું, દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા

દ્વારકા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે તેમણે ઓખા મેઈન લેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડતા સીબ્રીજ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ વડા પ્રધાન મોદીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યુ હતું. અગાઉ વડાપ્રધાન લક્ષદ્વીપમાં સ્કૂબા ડાઈવીંગ કરતા જોવા મળ્યા હતા.

અહેવાલો મુજબ સ્કૂબા ડાઈવિંગ દરમિયાન વડા પ્રધાન મોદી દરિયામાં ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા. આ માટે દ્વારકાના પંચકૂબી બીચ વિસ્તારમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 4 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્વીપના દરિયાકાંઠે સ્કુબા ડાઇવિંગ કર્યુ હતુ. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. તેઓ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓ સાથે બેઠક કરશે. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button