નેશનલ

બ્રિટિશરો પાસેથી વસુલવામાં આવ્યો ટેક્સ તો લોકો ખુશ થઇ ગયા

રાંચીઃ બ્રિટિશરોએ ભારત પર સેંકડો વર્ષ શાસન કર્યું હતું અને દેશને ગુલામ બનાવીને રાખ્યો હતો, તેમ જ દમનકારી નીતિઓથી લોકો પાસેથી અનેકગણો ટેક્સ ઉઘરાવ્યો હતો, તેથી આજે જ્યારે દેશની કોઇ પણ વ્યક્તિ કોઇ પણ બ્રિટિશર પાસેથી કોઇ પણ વસ્તુના વધુ નાણા વસુલે તો ભારતીયોને આનંદ થાય એ સ્વાભાવિક છે. આવી જ કંઇક ઘટના ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાન બની ગઇ. ભારતે બ્રિટિશરો પાસેથી વધારે પૈસા વસુલ્યા એમાં ભારતીયોને મોજ પડી ગઇ હતી. આ ઘટના વિશે અમે તમને જણાવીએ.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમ 5 મેચની શ્રેણીમાં 2-1થી પાછળ છે. ઇંગ્લિશ ડ્રેસિંગ રૂમમાં તણાવ છે. આ મેચ જોવા માટે ઇંગ્લેન્ડથી પણ ઘણા લોકો આવ્યા છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ ચાહકોનું એક લોકપ્રિય જૂથ છે જેનું નામ બાર્મી આર્મી છે. આ જૂથ પણ મેચ જોવા માટે ભારત આવ્યું છે.


પરંતુ આ દરમિયાન ભારત પહોંચેલા તેમના સમર્થકો ખુશ દેખાઈ રહ્યા છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ ચાહકોનું એક લોકપ્રિય જૂથ છે જેનું નામ બાર્મી આર્મી છે. ઇંગ્લેન્ડની ટીમ જ્યાં પણ ટેસ્ટ સિરીઝ રમવા જાય છે ત્યાં બાર્મી આર્મી તેમને સપોર્ટ કરવા આવે છે. હાલમાં આ લોકો રાંચીમાં હાજર છે. આ દરમિયાન બાર્મી આર્મીને અહીંના સમોસા ભાવ્યા, પરંતુ જ્યારે તેમણે તેની કિંમત જાહેર કરી તો ભારતીય ચાહકો ખુશ થઈ ગયા.


વાત એ છે કે ઈંગ્લેન્ડની બાર્મી આર્મીએ રાંચીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન સમોસા ખાવાનો નિર્ણય કર્યો હતો. આ પછી જ્યારે તેમને ખબર પડી કે બે સમોસાની કિંમત 50 રૂપિયા છે તો તેઓ ખુશ થઈ ગયા હતા. બાર્મી આર્મીએ તેમના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું, “2 સમોસાની કિંમત 50 રૂપિયા એટલે કે 0.48 પાઉન્ડ છે.” આ સાથે તેણે ખુશનુમા ઈમોજી પણ શેર કર્યું છે. અંગ્રેજોને સમોસાની કિંમત ભલે સસ્તી લાગી હોય, પરંતુ ભારતીય ચાહકોની વાત માનીએ તો રાંચીમાં તેઓ લૂંટાઈ ગયા છે.

ઈંગ્લેન્ડની બાર્મી આર્મીને આ સમોસા સસ્તા લાગ્યા હશે, પરંતુ કેટલાક ભારતીય ચાહકોએ કહ્યું કે તેઓ લૂંટાઈ ગયા છે. એક યુઝરે લખ્યું કે આપણે મોડેથી પણ અંગ્રેજોને લૂંટ્યા, જ્યારે બીજા યુઝરે લખ્યું, રાંચીમાં અંગ્રેજો પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટની વાત કરીએ તો ત્રીજા દિવસની રમતમાં ઈંગ્લિશ ટીમે મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 353 રન બનાવ્યા હતા. સ્ટાર બેટ્સમેન જો રૂટે 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. ભારત માત્ર 307 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button