જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈન
હાલ સોલાપુર નિવાસી સ્વ. દલીચંદ શામજી અવલાણી તથા પદમાબેન જેતપુર નિવાસીના સુપુત્ર તથા હેમાબેનના પતિ, મહાસુખલાલ શાહના જમાઇ, સચીન તથા સારીકાના પિતાશ્રી, તન્વી તથા ઉત્સવીના દાદા તથા સાક્ષી તથા મિતના નાના સ્વ. નિતિના ભાઇનું તા. ૨૩-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉના માતુશ્રી પુંજીબેન લખમશી દેવશી નંદુના સુપુત્ર હરિલાલ (ઉં. વ. ૭૯) મુંબઇ મધ્યે તા. ૨૨-૨-૨૪ ગુરુવારના અવસાન પામેલ છે. જવેરબેનના પતિ. સંજય, નિતીન, વિપુલના પિતાશ્રી. દમયંતી, હિના, ઉર્વીના સસરા. રચીત, કવિત, મલક, જીયા, પ્રિયલ, વ્યોમીના દાદા. ભચાઉના નામાબેન માલશી નાથા છાડવાના જમાઇ. પ્રાર્થના રવિવાર, તા. ૨૫-૨-૨૪ના સવારે ૧૦-૩૦થી ૧૨, ઠે. પ્યુપીલ્સ સ્કૂલ, એસ. વી. રોડ, ખાર (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગારિયાધાર નિવાસી હાલ કાંદિવલી રજનીકાન્ત ચીમનલાલ શાહ (ઉં. વ. ૭૬) તે સ્વ. વસંતબેન ચીમનલાલ શાહના સુપુત્ર. કલાબેનના પતિ. હિમાંશુ, સ્વાતિ, ધર્મેન્દ્ર, ઇશાના પિતા. હર્ષિત, જીયાનના દાદા. સ્વ. મંજુબેન વસંતરાય શાહ તથા સ્વ. જયશ્રીબેન મનુભાઇ ભાયાણીના ભાઇ. સ્વ. અમૃતલાલ જગજીવનદાસ શાહના જમાઇ તા. ૨૪-૨-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર જૈન
રાધનપુર તીર્થ નિવાસી હાલ-બોરીવલી સ્વ. નવિનચંદ્ર હિંમતલાલ કોઠારીના ધર્મપત્ની મીનાક્ષીબેન કોઠારી (ઉં. વ. ૭૨) તે મોના-જયેશ, કવિતા-રીતેશ, પીનલ-પ્રાંજલના માતા. તે રીશી, કવિશ, મેઘ, નિર્માણના નાની. તે સ્વ. જયેન્દ્ર, વિક્રમ, શર્મિષ્ઠા, સ્વ. કુસુમ, રેખા, અંજનાના ભાભી તે પિયરપક્ષે સ્વ.લીલાબેન શાંતિલાલ ઝવેરીના સુપુત્રી તે સ્વ.મહેન્દ્ર, કિર્તી, હંસા, સુરેખા, દિવ્યા, હર્ષા, નિશાના બહેન. તે તા.૨૪/૪/૨૦૨૪ શનિવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ઉનડોઠ (વિજયવાડા)ના સ્વરૂપા ખુશાલચંદ ગાલા (ઉં. વ. ૪૩) તા. ૨૦.૨.ર૦ર૪ના અવસાન પામેલ છે. રતનબેન શીવજી મણશીના પૌત્રી. ધનવંતીબેન ખુશાલચંદના સુપુત્રી. નીરૂપા, વિક્રમ, લક્ષ્મીચંદ, જયેશના બેન. મોટા રતડીયાના ખેતબાઈ જેઠાભાઈ ગોસરના દોહીત્રી. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ : ખુશાલચંદ શીવજી ગાલા: ઈન્દિરા ટાવર, અમેરિકન હોસ્પિટલ રોડ, પુનામાં થોટા, વિજયવાડા (એ. પી.) ૫૨૦૦૦૨.
ભુજપુરના હરખચંદ વેલજી દેઢીયા (ઉં. વ. ૭૧) તા. ૨૩-૨-૨૪ના અવસાન પામેલ છે. કાનબાઈ વેલજીના પુત્ર. હધુ નાગુના પૌત્ર. કલ્યાણજી, મણીબાઈ, મંજુલા, સવિતાના ભાઈ. ગેલડા સોનબાઈ જખુ કરમણના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. ઝવેરબેન દેઢીયા, ૩૦૧, હરી સ્મૃતિ, ખાંડવાલા લેન, દફતરી રોડ, મલાડ (ઈ).
બાંભડાઇ હાલે ડુમરા વસંત સોની (ઉં. વ. ૬૭) ૨૩-૨ના અવસાન પામેલ છે. દેવકાબેન લખમશીના પુત્ર. રમીલાના પતિ. અશેષ, લૌકિક, તૃપ્તિના પિતા. નવલબેન ટોકરશીના જમાઇ. પ્રાર્થના સભા રાખેલ નથી. ઠે. અશેષ સોની, બી-૧૦૩, ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસંતનગરી, વસઇ (ઇ.) ૪૦૧૨૦૨.
નાની તુંબડીના મનસુખલાલ સાવલા (ઉં. વ. ૭૫) તા. ૨૨-૨-૨૪ ના વડોદરા મધ્યે અવસાન પામ્યા છે. સ્વ. ખેતબાઇ ધારશી સાવલાના પુત્ર. લીલાવંતીના પતિ. કેવલ, નેહા, મેઘાના પિતાશ્રી. તુંબડીના ખીમજી, પોપટલાલ, નાના આસંબીયાના સાકરબેન પોપટલાલ, તુંબડીના કસ્તુરબેન પ્રેમજી, ભુજપુરના કેસરબેન લક્ષ્મીચંદ, નિર્મળાબેન કમલકાંતના ભાઇ. નાના આસંબીયાના રતનશી નાનજી છેડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેવલ સાવલા, આજવા રોડ, વડોદરા.
સમાઘોઘા હાલે નાના આસંબીયા સંધ્યાબેન ઉર્ફે સાકરબેન વોરા (ઉં. વ. ૭૩) તા. ૨૨-૨ના અવસાન પામેલ છે. માતુશ્રી પાનબાઇ પોપટલાલ કુંવરજી વોરાના પુત્રવધૂ. પ્રવિણભાઇના પત્ની. યકીન, રક્ષા, ભાવનાના માતુશ્રી. નાના આસંબીયાના લાછબાઇ હેમરાજ ખીમજીના પુત્રી. રતનશી, શાંતીલાલ, પ્રેમજી, ફરાદીના રતનબેન પ્રેમજી ગાલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કેતન ગાલા, ૨૦૪, સુંદર સોસાયટી, પ્લોટ નં. ૨૩, સેક્ટર-૩ઇ, કલંબોલી. નવી મુંબઇ.
સ્થાનકાવાસી જૈન
અમરેલી નિવાસી હાલ નવી મુંબઇ જયોત્સ્નાબેન (ઉં. વ. ૮૪) તે સ્વ. રસિકલાલ પાનાચંદ પારેખના પત્ની. તે દીપક, સમીરના માતુશ્રી. જૈમિનિ, નયનાના સાસુજી. તે સ્વ. હીરાચંદ રૂગનાથ બાટવીયાના પુત્રી. તે શિવાની, શીલ, ખેવનાના દાદી. શુક્રવાર તા. ૨૩-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.