ઉત્સવ

પ્રોજેક્ટ રિપોર્ટની પારાયણ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

તમે શેખચલ્લીની વાર્તાઓ તો સાંભળી જ હશે. કેટલી ઝડપથી એ સપનામાં સુખી જીવનની ગણતરી કરે છે એ જુઓ…
પહેલાં તો મરઘીનાં ઇંડાં વેચીને બકરી ખરીદવાની, બકરીનાં બચ્ચાં વેચીને ગાય ખરીદવાની, ગાયનું દૂધ વેચીને બીજી બે-ચાર ગાય ખરીદવાની પછી
બધી ગાયોનું દૂધ વેચીને લખપતિ બનવાનું લખપતિ બને એટલે લગ્ન કરવાના, પછી છોકરાંઓ થાય, પછી એ છોકરાંઓના પણ છોકરાઓ થાય, અને શેખચલ્લી દાદા બની જાય અને જ્યારે એ ગાદી પર સૂતો હોય ત્યારે
એનો પૌત્ર કે પૌત્રી એની પાસે આવીને એના આરામમાં ખલેલ પહોંચાડે ત્યારે એણે બાળકને જોરથી વઢીને એવો ભગાડ્યો કે એની પુત્રવધૂ જે ઇંડાં બજારમાં વેચવા જતી હતી એનાથી ટકરાઇ ને એ બધાં જ ઇંડાં નીચ પડીને તૂટી ગયા!

શેખચલ્લીએ એક સપનું શું જોયું કે ૧૦૦ ઇંડાં સાથે તૂટી ગયું! આ શું હતું? સપનું? અરે, ના…ના…એ તો શેખચલ્લીન ભાવિ બિઝનેસ પ્લાનનો ‘પ્રોજેક્ટ રિપોર્ટ’ હતો અને તમે જાણો છો કે આજની માર્કેટમાં પ્રોજેક્ટ રિપોર્ટ’નું કેટલું ને કેવું મહત્ત્વ હોય છે. એના વગર કંઈ નથી થતું. એના વગર ન તો લોન મળે, ન તો લાઈસન્સ, ન તો સરકારી મદદ મળે કે જે ફેક્ટરી ખોલવા માટે જરૂરી છે.
આજે દેશમાં જે ફેક્ટરીઓ ખાંસતી, ખોંખારા ખાતી, નિ:સાસા નાખતી, દર્દથી ચીસો પાડતી, ઈજાગ્રસ્ત, તાવમાં, ઈ.સી.જી. કરાવતી, ઓપરેશન ટેબલ પર નવાં લોહીની રાહ જોવામાં અધમરી હાલતમાં શ્ર્વાસ લઈ રહી છે. એના મૂળમાં એક સુંદર, આકર્ષક ને સરસ શબ્દોમાં લખેલ એક ‘પ્રોજેક્ટ રિપોર્ટ’નો મોટો હાથ છે. ‘પ્રોજેકટ’ નામનો એક એવો પ્રસ્તાવ કે જેના પર હાલક ડોલક થતાં મકાનનો નબળો પાયો નાખવામાં આવ્યો છે. ભાવિ પ્રોજેક્ટનો એ ગ્રંથ જે કોઇ એન્જિનિયર સાહેબે લખ્યો, ઉદ્યોગપતિએ એને દેખાડ્યો અને લોન અને બીજી સરકારી સવલતો લેવાની કામગીરી પૂરી કરી. હા, એમણે પ્રોફિટવાળો ‘પ્રોજેક્ટ રિપોર્ટ’ જમા કરાવી દીધો છે. લોન આપવાવાળાં એ ‘પ્રોજેક્ટ રિપોર્ટ’ વાંચીને લોન પાસ કરી દે છે.

સારું અંગ્રેજી જાણતાં છોકરાઓને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન અપાવવાવાળા કોઇ પાવરફૂલ ઉદ્યોગપતિઓનો ‘પ્રોજેક્ટ રિપોર્ટ’ એન્જિનિયરે બહુ આકર્ષક ને જોરદાર અંગ્રેજીમાં તૈયાર કર્યો છે. અંગ્રેજ એન્જિનિયરે લખેલી વાત અંગ્રેજ ઓફિસરો તરત જ સમજી ગયા. બેઉ પોતાની સંસ્કૃતિના મૂળથી ઊખડેલા, હવામાં લટકી પડેલા, એકબીજાની વાત કેમ ના સમજે?

હવે ફેક્ટરી ઊભી થઈ ગઈ. પેલા શેખચલ્લીના મૂરખ સપનાનાં ‘પ્રોજેક્ટ રિપોર્ટ’ની જેમ જ ઊભી થયેલી ફેક્ટરીનું કોઇ નેતાએ ઉદ્ઘાટન કર્યું. વીસ દિવસ કાચો માલ ભેગો કરીને ત્રીજા દિવસે કમાણી શરૂ કરવાની યોજના સાથે ત્યાં મશીનરી ચાલુ થઇ ગઇ. વાહ વાહ, થઇ ગયો વિકાસ !

જે દેશમાં જ્યાં ટ્રેન ૧૨ કલાકને બદલે ૨૪ કલાકે પહોંચે છે, પોસ્ટનું પાર્સલ ૧૫-૨૦ દિવસે પહોંચે છે, પ્લેન ૨ કલાકને બદલે ૫ કલાકે પહોંચાડે છે,ઘરાક ૬ મહિના સુધી પેમેંટ નથી આપતો ત્યાં ફેક્ટરીની પ્રગતિની શરૂઆત થઈ. બોલો!

હવે બેંકની લોન ચૂકવવાનો સમય તો આવી ગયો, પણ માલ હજી સુધી વેચાયો નથી. આપણા વડીલો એક કહેવત કહી ગયા છે કે ‘ઓછી પૂંજી ધનિકને ખાય’, જે સાચી પડવા લાગી. નવી જન્મેલી ફેક્ટરી જનમથી જ માંદી પડી ગઈ. હવે એ પોતાની જુવાની જ હોસ્પિટલમાં વિતાવી રહી છે, કારણ કે અંગ્રેજ એન્જિનિયર સાહેબ પ્રોજેક્ટ રિપોર્ટ લખી શકે છે, પણ ફેક્ટરી નહીં ચલાવી શકે. એ તો હવે બીજી ફેક્ટરીમાં જતા રહ્યા. એમની સુંદર ટેકનિકલ ભાષામાં, બીજા કોઈ ઉત્સાહી ઉદ્યોગપતિનો શેખચલ્લી રિપોર્ટ લખવા માંડ્યા. ભલેને દેશમાં ફેક્ટરીઓ માંદી અને બરબાદ થતી રહે તો પણ આપણને શું? નવી ફેક્ટરીઓ માટે સરકારી લોન અને મૂડી તો પણ મળે જ છેને?

…..તો ચાલો નવા બીમાર ઉદ્યોગો અને સમાજને જન્મ આપીએ!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?