ઉત્સવ

આપણું શિક્ષણ ક્ંઈ નક્કર શીખવે છે ખરું?

શિક્ષણ એ કળા છે એવું સદીઓથી આપણને ખબર છે, પણ વાસ્તવિકતા એ છે આજે આ કળાનો કાગડો થઇ ગયો છે

કેન્વાસ -અભિમન્યુ મોદી

સામાન્યત: શિરસ્તો એવો છે કે જે વિષય ઉપર લેખ હોય તે લેખના પ્રથમ ફકરામાં તે વિષયનું દુનિયામાં, આ દેશમાં અને વાચકના જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે તે સ્પષ્ટ કરી દેવું પડે,પછી આંકડાઓથી કે તે વિષયના ભવ્ય ઈતિહાસથી…

જો કે, એજ્યુકેશન-શિક્ષણ વિષય એવો છે કે તેનું મહત્ત્વ વાચકોને કહેવા-સમજાવવાની જરૂર પડતી નથી. કારણ સિમ્પલ છે કે તમે આ લેખ વાંચવાની શરૂઆત કરી એ મુદ્દો જ પરોક્ષ રીતે કહી દે છે કે તમે શિક્ષણના મહત્ત્વને સમજો છો.

વાત અત્યારે શિક્ષણ કરતાં પણ ખાસ તો શિક્ષણ આપવાની પદ્ધતિની વધુ છે. મુદ્દો અવાવરું થઇ રહેલી એજ્યુકેશન સિસ્ટમનો છે. આપણામાંથી ઘણા બધા પ્રવર્તમાન એજ્યુકેશન સિસ્ટમથી નાખુશ છે- અસંતુષ્ટ છે. કોઈનું પણ બાળપણ- યુવાનીની જન્મજાત સહજવૃતિ ને પ્રકૃતિદત્ત લાક્ષણિક્તાને નિર્દયતાથી પતાવવા માટે આપણી શિક્ષણ પદ્ધતિ માહેર છે.

શબ્દકોશમાં ‘શિક્ષણ’ પછીનો તરતનો શબ્દ આવે છે- ‘શિક્ષણકળા’. શિક્ષણ એ કળા છે એવું સદીઓથી આપણને ખબર છે, પણ વાસ્તવિકતા એ છે આ કળાનો કાગડો થઇ ગયો છે. જડમૂળથી પરિવર્તનની આવશ્યકતા જ નહિ બલકે અનિવાર્યતા હોવા છતાં શિક્ષણ હંમેશાં ઉપેક્ષિત રહ્યું છે. ફક્ત સમાજ જ નહિ, આખો દેશ જ નહિ પણ સમગ્ર માનવજાત આ શિક્ષણના પાયા ઉપર ટકેલી છે તો પણ શિક્ષણ સાથે સાવકું વર્તન નિરંતર ચાલતું આવે છે.

શિક્ષણની વ્યુત્પત્તિ ‘શિક્ષ’ ધાતુમાં છે. શિક્ષ એટલે શીખવવું (જ્ઞિં હયફક્ષિ). ઊમીભફશિંજ્ઞક્ષ શબ્દ લેટિન મીભશિંખ માંથી આવે છે, જેનો અર્થ થાય ઉછેર કરવો- મોટું કરવું- વંશવૃદ્ધિ કરવી! અર્થાત્ શિક્ષણને જીવનનો જો એક ભાગ માત્ર માનતા હોઈએ તો એ ભૂલ છે, શિક્ષણ શું છે કે શિક્ષણ કેવું હોવું જોઈએ એની તાત્ત્વિક ચર્ચા કરવાના બદલે ફાસ્ટ ફોરવર્ડ કરીને પ્રેક્ટિકલ વર્તમાન સમયની વાત કરીએ. તોતેર મણનો સવાલ એ છે કે શિક્ષણનો મૂળ કે અંતિમ હેતુ શું છે? બાળક મોટું થાય ત્યારે આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભું રહી શકે એટલે કે આવનારી પેઢીઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો હેતુ છે શિક્ષણનો? હા, સામાજિક કે સાંસ્કૃતિક બાબત પણ ખરી, પણ એ હેતુ પાછળની હરોળમાં છે…તો શિક્ષણનો મુખ્ય હેતુ અને એનો ફાયદો તો એ કે બાળક કમાતું થઇ જાય. રાઈટ?

હવે આ જ દિશામાં આગળ વધી આર્થિક હેતુની ચર્ચા કરવા માટે એક સર્વે તપાસવા જેવો છે.

વિશ્ર્વની એક જંગી કંપની એટલે ઈંઇખ. એણે હમણાં વિવિધ ૮૦ દેશોની મલ્ટિનેશનલ કંપનીઓના ૮૦૦ જેટલા ઈઊઘ, ચેરમેન કે મેનેજિગ ડાયરેક્ટરનો ઈન્ટરવ્યૂ કરેલો. એ બધાને પૂછવામાં આવેલું કે એવી તે કઈ વસ્તુ છે જે તમને દિવસ-રાત દોડતા રાખે છે…. એ કયાં મુખ્ય કારણો છે, જે તમારી કંપનીને સતત સફળતાના ગ્રાફ ઉપર ટોચ ઉપર જ રાખે છે?

એ બધા જ સફળ બિઝનેસ ટાયકુનના જવાબમાં અચરજભરી સામ્યતા હતી. બધાનું કહેવું હતું કે બે ગુણ- બે ક્વોલિટી એવી છે કે જેને કારણે આજે અમારી કંપનીનું નામ જગતના દરેક ખૂણે છે.
એ બે કઈ? ઊતરતા ક્રમમાં જોઈએ તો, પહેલો ગુણ અમફાફિંબશહશિું એટલે કે અનુકુલનક્ષમતા અર્થાત્ જે તે કંપનીની સમય મુજબ જમાના સાથે બદલાવ લાવવાની તત્પરતા અને ક્ષમતા. આ વિશેષતા બરાબર સમજવા માટે એક ઉદાહરણ: કોડાક કંપનીનું…. એક સમય હતો જ્યારે કેમેરા અને કોડાક બંને સામાનાર્થી ગણાતાં. ફોટોગ્રાફીનો આખો યુગ સમસ્ત વિશ્ર્વમાં કોડાક લાવ્યો એવું કહી શકાય, પણ અત્યારે કોડાક કંપનીની હાલત શું છે? .મોબાઈલ ફોન કંપની નોકિયાની પણ એવા જ દયનીય હાલત છે. શું કામ? વિધિની વક્રતા એ છે પહેલાં કરતાં તો વધુ ફોટા આજે પડે છે. દર સેક્ધડે હજારો સેલ્ફી અને સેંકડો ફોટોગ્રાફ્સ ખાલી એક વડોદરા જેવડા શહેરમાં પડતા હશે. એક ફોનમાં ડ્યુઅલ સીમકાર્ડ હોવા છતાં લોકો આજે બે બે સેલફોન રાખે છે અને દર વર્ષે ડબલું બદલી નાખે છે. એનો મતલબ એમ કે ફોટોગ્રાફ્સનો અને સેલફોનનો ક્રેઝ પહેલાં કરતાં અત્યારે પરાકાષ્ઠા પર છે,છતાં કોડાક અને નોકિયા કેમ દેવાળિયા બની ગયા?

  • કારણ કે એ પલટાતા સમય સાથે કદમ ન મિલાવી શક્યા. પરિવર્તનનો પવન ફૂંકાતો હતો ત્યારે પોતાના સઢની દિશા બદલી ન શક્યા !

આ અનુકુલનક્ષમતા આપણે ત્યાં શિક્ષણમાં આપીએ છીએ ખરા? ટેક્સ્ટબુક્સ વર્ષો જૂની એ જ ઘરેડમાં જ ચાલ્યા કરે છે. પરીક્ષાપદ્ધતિ પણ હજુ એવી જ જર્જરિત રહી છે. વિદ્યાર્થીની વિદ્યાને બદલે પરીક્ષાર્થીની યાદદાસ્તની કસોટી લેવાય છે આ પદ્ધતિમાં. ટૂંકમાં, આજનું એજ્યુકેશન એવું છે, જે ગોખણીયા બાળકોને નંબર-એક પર લઇ જવાનો કૃત્રિમ આભાસ એના વાલીઓ સામે રજૂ કરે.
પાંચ વર્ષ પહેલા સ્માર્ટફોન હતા નહિ, અચાનક સ્માર્ટફોન આવ્યા અને આખું ચિત્ર બદલાઈ ગયું લાઈફસ્ટાઈલનું.

હવે પાંચ-પાંચ વર્ષમાં જમાનો બદલાય છે ત્યારે એ જ જૂનાં પાઠ્યપુસ્તકો ગોખનાર વિદ્યાર્થી બદલાતા જમાના સાથે કદમ કઈ રીતે મિલાવશે? છેલ્લાં અનેક વર્ષોથી કોઈ જ ક્રાંતિકારી શોધ ભારતમાં નથી થઇ એનું કારણ હવે સમજાય છે?

હવે પહેલો મુદ્દો-પહેલી ક્વોલિટી જે પેલી બધી કંપનીના ચેરમેન જેવાં વરિષ્ઠ લોકોએ કહેલી તે છે: ઈયિફશિંદશિું એટલે કે સર્જનાત્મકતા- રચનાત્મકતા.

કોઈ પણ ક્ષેત્રમાં- કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે સર્જનાત્મકતા વિના પ્રગતિ ન કરી શકાય. દરેક માણસ બાકીના ૭ અબજ માણસો અને ખર્વો-નિખર્વ જીવો કરતાં જન્મજાત જુદો હોય છે. દરેકમાં કુદરતે એની લાક્ષણિકતા મૂકી છે. એનું અલગ વ્યક્તિત્વ ઘડ્યું છે, પણ આપણું એજ્યુકેશન એ કુદરતી નાવીન્ય ભૂંસીને એને બીજા જેવા જ સામાન્ય બનાવી નાખે છે. મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોએ એક વાર સરસ વાત કરી હતી : ‘દરકે બાળક એક આર્ટિસ્ટ હોય છે, પણ મોટા થતા ફક્ત જુજ લોકો જ પોતાની અંદરના એ આર્ટિસ્ટને જીવાડવા સમર્થ રહી શકતા હોય છે’ વાત ખરી છે- બાળકની અંદર રહેલી કળાને મારી નાખવાનું કામ આપણી રૂઢ થઇ ગયેલી શિક્ષણ પદ્ધતિ કરે છે.

તમે વિચારો, બાળકનો જન્મ થાય ત્યારે એને રડતા કે હસતા શીખવાડવું પડે છે? એને બોલતા શીખવાડવું પડે છે? ના. બાળક ખૂબ જ જોરદાર શીખનાર હોય છે. એની મેળે એ આજુબાજુના માહોલમાંથી અકલ્પનીય ઝડપે શીખી લેતું હોય છે…લખતાં- ભણવા સિવાય, કારણ કે, માણસની ઉત્ક્રાંતિમાં એ લખતાં છેલ્લા બેએક હજાર વર્ષથી જ શીખ્યો છે માટે દરેક બાળકને કેમ શીખવું અને પોતાની જીજ્ઞાસાવૃતિ કઈ રીતે સંતોષવી એ આવડતું જ હોય છે, પણ આપણે બાળકોને ચાર દીવાલોની અંદર પેક કરીને, ઉપકાર કરતા હોઈએ એમ વચ્ચે એક રીસેસ આપીને સતત છ કલાક એક જ જગ્યાએ બેસાડીને ભણાવવાની ચેષ્ટા કરતા હોઈએ છીએ. હકીકતમાં, એ ચેષ્ટા નથી- તે બાળમજૂરી છે. માનવજાતની વિકૃતિ પણ છે. કુદરતનો ખોળો ખુંદવા સર્જાયેલું બાળક, એક બેંચ ઉપર સતત એકધારુ બેઠું રહે અને પછી આપણે એ આશા રાખીએ કે એ ખુબ સર્જનશીલ બને.

ક્યાંથી બને? બાળકની ક્રિએટિવીટીની પાંખ જ આપણે પ્રી-સ્કૂલ અને કેજીથી કાપી નાખીએ છીએ. અને એમાં વાલીઓ અને જે તે શિક્ષણ સંસ્થાઓ બંનેનો સહિયારો ફાળો છે. બેંચ ઉપર બેસાડીને પાંચ-પાંચ વખત એકની એક વસ્તુ લખનારા એ બાળક વિદ્યાર્થી નહિ પણ ક્લાર્ક બને છે. આપણે એની પાસે લહિયાની મજૂરી કરાવીએ છીએ, નહીં કે નિતનવું શીખવીએ છીએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…