ઉત્સવ

બિંદુથી સિંધુનું સંગમ: કચ્છનું રામકૃષ્ણ મઠ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

બાળક વડીલોનો હાથ પકડીને ચાલે અને વડીલ બાળકનો હાથ પકડીને ચાલે તે બેમાં શો ફેર? શ્રી રામકૃષ્ણ પરમહંસ અને તેમના સહધર્મચારીણી શ્રી શારદા મા કહેતા કે, બાળક કે વડીલનો હાથ પકડ્યો હોય તો તે છોડાવી ભૂલું પડી શકે, પણ વડીલે બાળકનો હાથ પકડ્યો હોય પછી બાળક છૂટી શકે નહીં તો, છૂટો પડે જ ક્યાંથી?

ભુજના રામકૃષ્ણ મઠની મુલાકાત દરમિયાન હૈયું શાતા પામ્યું જ્યારે માતા-પિતા સાથે આવેલાં બાળકોને ભાવવાહી રીતે સાંધ્ય આરતી કરતાં નિહાળ્યું. ઠાકુરની કૃપાથી આધ્યાત્મ પ્રત્યેનો નિખાલસ અને બલપ્રયોગ વિનાનો ભાવ એ બાળકોમાં જોઈને ગર્વિત થઈ જવાયું. આવું થવાનું કારણ શું? ચર્ચા કરીએ તો અનેક કારણો સામે આવે પણ મુખ્ય બે ગણીએ તો એક એ ઘર- પરિવારના સંસ્કારો અને બીજું રામકૃષ્ણના આધ્યાત્મ મંદિરનો હકારાત્મક પ્રભાવ. સંસ્થા પરિચય આપતા આજે ભુજના રામકૃષ્ણ મઠની સ્મૃતિઓ તાજી
કરીએ.

‘શિવભાવે જીવસેવા’ દ્વારા રામકૃષ્ણ મિશનનું વિચારબીજ આમ તો ઈ.સ. ૧૮૮૪માં રામકૃષ્ણદેવે રોપ્યું હતું, જેની મિશન સ્વરૂપે શરૂઆત ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદે કરી હતી. રામકૃષ્ણ પરમહંસનાં આ જીવનસૂત્ર અને સ્વામીએ અનુભવેલી સંગઠનાત્મક શક્તિના સમન્વયથી મિશનની સ્થાપનાના બીજ મે, ૧૮૯૭ માં કલકત્તામાં રોપાયાં. અને તેના સવાસો વર્ષ પછી ભારતના પૂર્વીય રાજ્યમાં સ્થિત બેલુર મઠે પશ્ર્ચિમે આવેલા અધિગ્રહણ વિધિ દ્વારા કચ્છને પ્રથમ મઠની ભેટ ધરી. મિશનના ગુજરાત રાજ્યના આ છઠ્ઠા કેન્દ્ર માટે નિમિત્ત બન્યું- ભુજનું રામકૃષ્ણ યુવક મંડળ, જે છેલ્લાં પાંચ દાયકાથી સેવાની અખંડ જ્યોત પ્રજ્વલ્લિત રાખતું હતું.

૧૯૬૦ના દશકના લગભગ અંત ભાગમાં ભુજના કેટલાક યુવાનોએ સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર વાંચ્યું અને એનાથી પ્રભાવિત થયા. એ સાથે જ રામકૃષ્ણ દેવના જીવનથી પ્રેરાઇને ભુજમાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. પ્રારંભમાં ભુજના રવાણી ફળિયામાં આવેલ એક મકાનના પ્રથમ માળે એક સાવ નાનકડી ઓરડીમાં પ્રાર્થના વગેરે શરૂ કરી. બાળકો માટે સંસ્સ્કાર કેન્દ્ર શરૂ કર્યું. આમ સંસ્થાનું સ્વરૂપ ઘડાતું ગયું અને વર્ષ ૧૯૬૯માં રામકૃષ્ણ યુવક મંડળે સંસ્કાર નગર ખાતે સંસ્થાનું સ્વરૂપ ધારણ કર્યું.

શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનાં પ્રતિકરૂપ સેવાભવનમાં વિશાળ પ્રાર્થનાખંડ, પુસ્તકાલય અને ચિકિત્સાલયનું નિર્માણ થતું આવ્યું. વર્ષોથી કાર્યરત મંડળની પ્રવૃત્તિઓથી પરિચિત અને એકનિષ્ઠાથી પ્રભાવિત કચ્છ અને બહારના લોકોએ આ નિર્માણમાં ઉમદા સહયોગ આપતા ગયા અને પ્રવૃત્તિઓ વિસ્તરતી રહી. વ્યાપકતા તરફ પ્રયાણ કરતાં કોડકી રોડ પર છ એકર જમીન સાથે ત્યાં બાલક સંઘની પ્રવૃત્તિ, કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્ર, જરૂરતમંદ બાળકો માટે નિશુલ્ક શિક્ષણ વર્ગો જેવી પ્રવૃત્તિઓ શરૂ થતી આવી. આ ઉપરાંત બેલુર મઠ દ્વારા મંડળનાં માધ્યમથી અહીંના નજીકના રિમોટ એરિયામાં બાળકો માટે સ્વાસ્થ્ય સંભાળ માટે પોષણયુક્ત આહાર, સ્વચ્છતા માટે માર્ગદર્શન, એની જરૂરી સામગ્રી આપવી, શૈક્ષણિક સાધન સામગ્રી અને નિશુલ્ક શિક્ષણના વર્ગો વગેરે હાથ ધરવામાં
આવ્યા.

કેન્દ્ર શરૂ કરવાની આજ્ઞા સૂચિત થયા બાદ, ‘કચ્છના લોકોમાં અખૂટ શક્તિ અને સેવાભાવ છે.’ એવું માનનારા સ્વામી સુખાનંદજીની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. મઠ શરૂ થયા અગાઉના બેએક વર્ષથી જ તેઓ કચ્છમાં રહ્યા હોવાથી અને મંડળની તમામ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હોવાથી તેમને પ્રદેશની માયા લાગી ગયેલી. તેઓએ એમએસસી, બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને મઠ વતી કાર્યરત શાળાના આચાર્ય પણ રહી ચૂક્યા છે. આમ તો મૂળ મોરબીના હોવાથી ભુજ કેન્દ્રને ભાષાકીય કે પ્રાંતીય અવરોધો પણ નડતાં નથી.
બેલુર મઠ દ્વારા સંચાલિત તમામ કેન્દ્રોના સંન્યાસીઓ આત્મકલ્યાણ સાથે જગતનાં હિત માટે અને લોકોનું જીવન ઉર્ધ્વ બનાવવા માટે સેવારત છે. સમસ્ત વિશ્ર્વને સાંકળી રહેલાં બેલુર મઠના આગમનથી ભારતના ઉચ્ચ આધ્યાત્મિક દર્શન સાથે ભવિષ્યમાં કચ્છ વિશ્ર્વ સાથે જોડાવા માટે સ્થિરતા હાંસલ કરી શકશે તેવી
આશા છે.

ભાવાનુવાદ: બાર વડ઼ીલેજો હથ જલીને હલે નેં વડ઼ીલ બારજો હથ જલેને હલે હિન બો મેં કુરો ફેર? શ્રી રામકૃષ્ણ પરમહંસ ને ઇનીજા ઘરવારા શ્રી શારદા મા ચોંધા વા ક, બાર જકા વડ઼ીલજો હથ જલ્યો વે ત ઇ છડીને ભટકી સગ઼ે પ વડ઼ીલ બારજો હથ જલે ત બાર છુટી સગ઼ે નં ત, છુટો થિએ જ ક્યાનૂં?

ભુજ઼જે રામકૃષ્ણ મઠજી મુલાકાત ટાણે ધિલકે શાંતિ જુડઇ જેર મા-પે ભેરા આવલ બારેંકે ધ્યાનસે સાંજીજી આરતી કરીંધે ન્યારયો. ઠાકુરજી ક્રિપાસે આધ્યાત્મજો નિખાલસ ને બલપ્રિયોગ વિગરજો ભાવ ઇ બારેમેં ન્યારીને સેર લુઇ ચડ઼ી વ્યો. ઍડ઼ો થેજો કારણ કુરો? ચર્ચા કરીયું ત કિઇક કારણ સામે અચે પ બ મેન જુકો મૂંકે લગ઼ેતા, હિકડ઼ો ક ઇ ઘર-પરિવારજા સંસ્કાર ને બ્યો રામકૃષ્ણ આધ્યાત્મ મિંધરજો હકારાત્મક પ્રિભાવ. સંસ્થા પરિચય ડીંધે અજ઼ ભુજજે હી રામકૃષ્ણ મઠજી સ્મૃતિઉં કે તાજી કરીયું.

‘શિવ ભાવે જીવસેવા’ ભરા રામકૃષ્ણ મિશનજો વિચારબીજ હીં ત ઈ.સ. ૧૮૮૪મેં રામકૃષ્ણડેવ રોપ્યોં હો, જેંજી મિશન સરૂપે શરૂઆત ૧૮૯૭મેં સ્વામી વિવેકાનંદ ક્યો હો. રામકૃષ્ણ પરમહંસજા જીવનસૂત્ર ને સ્વામી પિંઢ અનુભવ કેલ સંગઠનાત્મક શક્તિજે ભેરપો થકી મિશનજી થાપના મે, ૧૮૯૭મેં કલકતેમેં થિઇ. ને તેંજે સવાસો વરેં પૂંઠીયા ભારતજે ઉગ઼મણે રાજ્યમેં આવલ બેલુર મઠ ભરાં આથમણે પાસે અધિગ્રહણ વિધિ સે કચ્છકે પેલો મઠ ભેટ તરીકેં જુડ્યો. મિશનજે ગુજરાત રાજ્યજે હી છઠ્ઠે કેન્દ્રલા નિમિત ભન્યો – ભુજજો રામકૃષ્ણ યુવક મંડડ઼, જુકો છેલા પંજ ડાયકે કનાં વધુ વરેથી સેવાજી અખંડ જ્યોત જલાય રખેં વે.

૧૯૬૦જે ડાયકે જે અંતમેં ભુજજા કિતરાક હોંશી જુવાનિયા સ્વામી વિવેકાનંદજો જીયણ વાંચ્યો ને તેંસે પ્રભાવિત થિઇને નેં ભેરો રામકૃષ્ણ ડેવજે જીયણસે પ્રેરાજીને ભુજમેં ટારી ટારી પ્રિવૃતિયું ચાલુ કેં. સરુમેં ભુજજે રવાણી ફરીયેમેં આવલ હિકડ઼ે મકાનજે પેલે માડ઼જી સાવ નિંઢડ઼ી ઓયડીમેં પ્રાર્થના વિગેરે ચાલુ કયોં. બારેંલા સંસ્સ્કાર કેન્દ્ર સરુ કયોં. હીં સંસ્થાજો સરૂપ ઘડ઼ાંધો વ્યો ને વરે ૧૯૬૯મેં રામકૃષ્ણ યુવક મંડડ઼ સંસ્કાર નગર ખાતે સંસ્થાજો સરૂપ ધારણ ક્યો.

સારીરિક, માનસિક ને આધ્યાત્મિક વિકાસજે પ્રિતિકરૂપ સેવાભવનમેં વિશાડ઼ પ્રાર્થનાખંડ, પુસ્તકાલય ને ધવાખાનેજો નિર્માણ થ્યો. કિઇક વરેથી હલંધી મંડડ઼્જી પ્રવૃતિયુંસેં પરિચિત ને હિકડ઼ી નિષ્ઠાસે પ્રિભાવિત કચ્છ ને બારાજા માડૂ હિનજે નિર્માણમેં સાથ ડીંધા આયા ને પ્રવૃતિયું વધંધી રિઇયું. અગ઼િયા વધંધે વધંધે કોડ઼કી રોડ઼ તે છ એકર જિમીન ગ઼િનીને બાલક સંઘજી પ્રિવૃત્તિ, કુશલ વિકાસજો કેન્દ્ર, જરૂરતવારે બારેંલા મફતમેં ટુશન ક્લાસ જેડ઼ી પ્રવૃતિયું ચાલુ થીંધી આવઇ. હિન સિવા બેલુર મઠ ભરાં મંડડ઼્જે માધ્યમસે મૂરમેં સને એરિયેમેં બારેંલા આરોગ્યલા પોષણવારો ખોરાક, સ્વચ્છતાજો માર્ગડરસન, નેં જરૂરી ચીજું ડીંણી ને મફતમેં શિક્ષણજા વર્ગ ચાલુ કરેમેં આયા. કેન્દ્ર સરૂ કરેજી સુચના પોય, ‘કચ્છના લોકોમાં અખૂટ શક્તિ અને સેવાભાવ છે.’ એડ઼ો મનીંધલ સ્વામી સુખાનંદજીજી અધ્યક્ષ તરીકેં પસંધગી કરેમેં આવઇ. મઠ સરૂ થે પેલાજે બએક વરેનું જ ઇ કચ્છમેં રયા હૂંધે જે કારણ ને મંડડ઼્જી મિડે પ્રિવૃતિયુંમેં સક્રિય રે જે લીધે ઇનીકે પ્રડેસજી માયા લગી વિઇ વી. હિની એમએસસી, બીએડ સુધીજો અભ્યાસ કયો આય ને મઠજી નિષાડ઼મેં આચાર્ય પ રિઇ ચૂક્યા ઐં. હીં ત સ્વામી મૂર મોરબીજા ઐં ઇતરે ભુજજે કેન્દ્રકે ભાસાજા ક પ્રાંતજા અવરોધ પ નડે નતા. બેલુર મઠ ભરાં સંચાલિત મિડ઼ે કેન્દ્રજા સંન્યાસી આત્મજે કલ્યાણ ભેરો જગતજે સારે માટે ને માડૂએંજા જિયણ ઉમદા ભનાયલા સેવારત ઐં. સજે વિશ્વકે સાંકડીંધલ બેલુર મઠજે આગ઼મનસે ભારતજા વડા આધ્યાત્મિક ડરસન ભેરો ભવિસમેં કચ્છ વિશ્વ ભેરો જોડ઼ાયલા થિરતા હાંસલ કરીંધો ઍડ઼ી આશા આય.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત