મનોરંજન

Jaya Bachchanને આજે પણ છે આ વાતનો અફસોસ, કહ્યું કે…

Bachchan પરિવારના ફર્સ્ટ લેડી Jaya Bachchan પોતાના બેબાક અંદાજ, ખૂલીને પોતાના વિચારો રજૂ કરવા માટે અને કોઈ પણ મુદ્દે સ્ટ્રોંગ ઓપિનીયન રજૂ કરવા માટે પ્રખ્યાત છે અને હવે ઈન્ડસ્ટ્રીમાં આટલી લાંબી મઝલ કાપ્યા પછી જયા બચ્ચને આજની તારીખમાં પણ કઈ વાતનો અફસોસ પોતાને સતાવી રહ્યો છે એનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

જી હા, જયા બચ્ચને આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે મને એક્ટિંગમાં કરિયર બનાવવું જ નહોતું. હું હંમેશાંથી જ આર્મી જોઈન કરવા માંગતી હતી. પરંતું અફસોસ એ સમયે આર્મીમાં માત્ર નર્સ તરીકે જ મહિલાની ભરતી કરવામાં આવતી હતી, અને આ કારણે જ આર્મી જોઈન કરવાનું મારું સપનું પૂરું થઈ શક્યું નહીં, જેનો મને આજે પણ અફસોસ છે.

પોતાની વાત આગળ જણાવતાં જયાએ કહ્યું હતું કે બાળપણથી જ એકદમ મજબૂત, ખડતલ અને ઊંડા વિચારો ધરાવતી મહિલો વચ્ચે હું મોટી થઈ છું. મારો ઉચ્છેર જ એ રીતે થયો છે, કદાચ આ જ કારણે હું બાકીની મહિલાઓ કરતાં અલગ છું. હું જે જોઈએ એ જ બોલતી અને જે બોલતી એ કરતી પણ ખરી. હું ખૂબ જ અલગ માહોલમાંથી આવું છું જેને કારણે મારા વિચારો પણ એકદમ અલગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન હમણાં હમણાંથી ખૂબ જ ઓછી ફિલ્મો કરે છે. એક્ટિંગ સાથે સાથે જ જયા બચ્ચન રાજકારણમાં પણ એકદમ એક્ટિવ છે. 2004માં તેમણે સમાજવાદી પાર્ટીમાં પ્રવેશીને રાજકારણમાં એન્ટ્રી મારી હતી અં અને ત્યારથી અત્યાર સુધીમાં તેઓ અનેક વખત રાજ્ય સભાના સાંસદ ચુંટાઈ આવ્યા છે. જયા પોતાની બેબાક વાક્છટાને કારણે પણ ખૂબ જ પ્રખ્યાત છે અને કોઈ પણ મુદ્દે પોતાના વિચારો વ્યકત કરતા જરા પણ ખચકાતા નથી. વાત કરીએ જયાની કુલ નેટવર્થની તો એ મામલામાં તેઓ Amitabh Bachchanની જેમ જ એકદમ અમીર છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button