ઈન્ડિયા-એશિયન સહકાર: મોદીનો ૧૨ મુદ્દાનો પ્રસ્તાવ
જાકાર્તા: ભારત અને દસ દેશના સંગઠન (એશિયન) વચ્ચે કનેક્ટિવિટી-વેપાર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના ક્ષેત્રમાં સહકાર વધુ વ્યાપક બનાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ૧૨ મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
નિયમો આધારિત કોવિડ બાદના નવા વર્લ્ડ ઑર્ડરની રચના કરવાની પણ તેમણે હાકલ કરી હતી.
ઈન્ડોનેશિયાની રાજધાનીમાં યોજાયેલ એશિયન-ઈન્ડિયા શિખર પરિષદમાં મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં સાઉથ-ઈસ્ટ એશિયા, ઈન્ડિયા, પ. એશિયા અને યુરોપને મલ્ટી-મૉડાલ કનેક્ટિવિટી તેમ જ ઈકોનોમિક કોરિડોરથી જોડતા અને એશિયન ભાગીદારો સાથે ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સેવા પૂરી પાડવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરેલા ૧૨ મુદ્દાના આ પ્રસ્તાવમાં સમગ્ર વિશ્ર્વ જેનો સામનો કરી રહ્યું છે તે આતંકવાદ, આતંકવાદને ભંડોળ પુરું પાડવા ઉપરાંત ખોટી સાયબર માહિતી જેવી બાબતો સામે એકજૂટ થઈને લડવાનો પણ સમાવેશ થાય છે. આ બાબત સમગ્ર વિશ્ર્વના હિતમાં હોવાનું તેમણે કહ્યું હતું.
૨૧મી સદી એશિયાની એટલે કે આપણી સદી છે એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે આ માટે નિયમો આધારિત કોવિડ બાદના નવા વર્લ્ડ ઑર્ડરની રચના કરવાની પણ તેમણે હાકલ કરી હતી. (એજન્સી)