આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર ચમત્કાર કરશે?

ભાજપ અહીં ૩૫ વર્ષથી સતત જીતે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અનેક જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યા છે. આપ અને કૉંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં શનિવારે બે બેઠકો આપને ફાળે ગઈ છે. આપે એડવાન્સમાં ભરૂચ અને ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા હતા.

ચૈતર ભલે અહીં મોદીને હરાવવાના દાવા કરી રહ્યાં હોય પણ અહીં ચૈતર માટે પણ જીતવું સરળ નથી. અહેમદ પટેલના પરિવારને સાઈડલાઈન કરી કૉંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે પણ સ્થાનિક કૉંગ્રેસ હવે આપને કેટલો સપોર્ટ કરે છે એ સૌથી મોટો સવાલ છે. અહીં આપ કરતાં કૉંગ્રેસની સ્થિતિ મજબૂત છે. વિધાનસભાની સાત સીટ ધરાવતી આ લોકસભા બેઠકમાં છ સીટ ભાજપ પાસે છે અને ૩૫ વર્ષથી આ સીટ ભાજપનો ગઢ રહી છે. અહેમદ પટેલે પણ આ સીટને જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા છે પણ આદીવાસી પ્રભુત્વ ધરાવતી આ બેઠક ભાજપના કબજામાં રહી છે. આપ માટે આ બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે. હવે અહેમદ પટેલનાં સંતાનોને સાઈડલાઈન કરી કૉંગ્રેસે આ બેઠક આપને આપી દીધી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે અને ફૈઝલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓએ પ્રચાર પણ શરૂ કર્યો હતો પણ હવે આ સીટ આપને ફાળે ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી છે. કૉંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે ભરૂચ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ ૧૯૮૯ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button