નેશનલ

સનાતન ધર્મ વિવાદ: વિપક્ષ ‘ઈન્ડિયા’માં ભાગલા

નવી દિલ્હી: સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરનારા ડીએમકે નેતા અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિના કારણે વિવાદ ઊભો થયો છે. વિવાદ વધતો જોઇને વિપક્ષના નેતાઓ વિવાદને શાંત કરવા માટે ડેમેજ કંન્ટ્રોલમાં લાગી ગયા છે. સનાતન ધર્મને લઇને કરેલા નિવેદન બાદ વિપક્ષ ગઠબંધન ઇન્ડિયામાં પણ ભાગલા પડતા જોવા મળી રહ્યા છે.


ઇન્ડિયા ગઠબંધનના બાકીના સાથીઓ ડીએમકે અને કૉંગ્રેસના નેતાઓના નિવેદનો પર ડેમેજ કંન્ટ્રોલ કરી રહ્યા છે કેજરીવાલ અને મમતા બેનર્જી પછી સંજય રાઉત પણ નિવેદનથી અંતર રાખી ચૂક્યા છે. વાસ્તવમાં આ વિવાદ ઉદયનિધિએ સનાતનને સમાપ્ત કરવાના આપેલા નિવેદન બાદ શરૂ થયો હતો. ત્યારબાદ તેમની જ પાર્ટીના અન્ય એક નેતા એ. રાજાએ પણ સનાતનને એચઆઇવી અને રક્તપિત રોગ સાથે સરખામણી કરી વિવાદમાં ઘી નાખવાનું કામ કર્યું હતું. જોકે બાદમાં ઉદયનિધિ અને પ્રિયાંકે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. જોકે આ વિવાદમાં વિપક્ષમાં એકતા ન હોવાની વાત બહાર આવી હતી.


સનાતન ધર્મને લઇને વિપક્ષ નેતાઓએ આપેલા નિવેદનો તેમના માટે મોટી મુસીબતો બની રહ્યા છી. ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના દિકરા ઉદયનિધિએ એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મ પર ખૂબ નિવેદનબાજી કરી હતી. આ વિવાદ વધતા કૉંગ્રેસે આ ડીએમકેનો મુદ્દો હોવાનું કહી અંતર જાળવી દીધું. ત્યારબાદ કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટકમાં મંત્રી પ્રિયાંક ખડગેએ સનાતન ધર્મની સરખામણી બીમારી સાથે કરી દીધી. અન્ય એક ડીએમકે નેતા એ. રાજાએ સનાતનને એચ.આય.વી અને રક્તપિત્તની બીમારી ગણાવી હતી.
કોગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા અને કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે મને કેરળના એક મંદિરમાં પ્રવેશવા દીધો નહોતો કારણ કે તેમને તેમનો શર્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. મેં મંદિરમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે હું બહારથી પ્રાર્થના કરી દઇશ. આ એક અમાનવીય પ્રથા છે. ભગવાનની સામે તમામ લોકો સમાન છે .


ઉદયનિધિ અને પ્રિયાંકે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી અને ઉદયનિધિએ કહ્યું કે તેઓ ધર્મ વિશે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. હવે કૉંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ કહ્યું હતું કે મારું નિવેદન કોઈ ધર્મની વિરોધમાં નહોતું. મેં કહ્યું હતું કે જે ધર્મ મનુષ્યો વચ્ચે ભેદભાવ રાખે છે તે ધર્મ નથી. હું બંધારણમાં વિશ્ર્વાસ કરું છું, મારો ધર્મ બંધારણ છે. જો તેઓ ઇચ્છે છે તો મારી સામે એફઆઈઆર દાખલ કરાવી શકે છે. અથવા તેઓ મારી ધરપકડ કરાવી શકે છે મને તેની િંચતા નથી. આ લોકો ક્ધનડ, હિન્દી અથવા અંગ્રેજી સમજતા નથી. મેં ફક્ત એટલું જ કહ્યું છે કે બંધારણ મારો ધર્મ છે. શું ભાજપને આમાં કોઈ સમસ્યા છે?


સનાતન પર વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનનાં નેતાઓમાં ભાગલા પડી ગયા હતા. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સીએમ અરિંવદ કેજરીવાલે નિવેદનો પર કહ્યું કે તે પોતે સનાતની ધર્મમાંથી આવે છે અને બીજાના ધર્મ પર કોઈ ટિપ્પણી કરવી જોઇએ નહીં. બીજી બાજુ, પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના નેતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, દરેક ધર્મ સાથે જુદી જુદી લાગણીઓ જોડાયેલી છે. હું દક્ષિણ ભારતીય લોકોનો ખૂબ જ આદર કરું છું પરંતુ દરેક ધર્મનો આદર કરવો જરૂરી છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મેં આ નિવેદન સાંભળ્યું છે. ઉદયનિધિ સ્ટાલિન એક પ્રધાન છે અને કોઈ પણ તેમના નિવેદનને સમર્થન આપશે નહીં અને કોઈએ આવા નિવેદનો કરવા જોઇએ નહીં. તે ડીએમકે અથવા તેના વ્યક્તિગત મંતવ્યોનો વિચાર હોઈ શકે છે. આ દેશમાં લગભગ ૯૦ કરોડ હિન્દુઓ રહે છે અને અન્ય ધર્મોના લોકો પણ આ દેશમાં રહે છે. તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ન જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button