કોલેજના વિદ્યાર્થીને આત્મહત્યા માટેપ્રવૃત્ત કરવા બદલ યુવકની ધરપકડ
થાણે: કોલેજના 17 વર્ષના વિદ્યાર્થીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ પોલીસે છ જણ સામે ગુનો દાખલ કર્યા બાદ 21 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. પોલીસ હવે અન્ય પાંચ જણની શોધ ચલાવી રહી છે, જેઓ મૃતક વિદ્યાર્થીના ક્લાસમેટ છે, એમ મુરબાડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રમોદ બાબરે જણાવ્યું હતું.
ઉમરોલી ગામના ફાર્મહાઉસમાં 21 ફેબ્રુઆરીએ 17 વર્ષના વિદ્યાર્થીને નિર્વસ્ત્ર કરવાનો, તેના નગ્ન ફોટા પાડવાનો અને તેને ત્રાસ આપવાનો છ ક્લાસમેટ પર આરોપ છે.
વિદ્યાર્થીએ એક ક્લાસમેટની ગર્લફ્રેન્ડને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરીને આ અંગે જાણ કરી હતી. જોકે વિદ્યાર્થીને ત્રાસ આપતી વખતે ક્લાસમેટે એ મેસેજ તેને દેખાડ્યો હતો.
દરમિયાન બીજે દિવસે વિદ્યાર્થીએ ઉમરોલી ગામમાં કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. તેના મોબાઇલ ફોનમાં નોટ મળી આવી હતી, જેમાં તેની આત્મહત્યા પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું. મુરબાડ પોલીસે બાદમાં છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને એક જણની ધરપકડ કરી હતી, જે ફાર્મહાઉસનો માલિક છે. (પીટીઆઇ)