સ્પોર્ટસ

જે કામ કરવા Virat Kohliને ત્રણ વર્ષ લાગ્યા Yashasvi Jaiswalએ છ મહિનામાં કરી દીધું…

રાંચીમાં ઈંગ્લેન્ડ વર્સીસ ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. પહેલાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની ટીમ પર પોતાની પકડ જમાવી રાખી અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના યંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફરી એક વખત પોતાની આક્રમક બેટિંગથી 73થી વધુ રનની શાનદાર ઈનિંગ રમ્યો હતો અને એની સાથે જ આ સિરીઝમાં યશસ્વીએ 600થી વધુ રન ફટકાર્યા હતા. આવું કરીને યશસ્વીએ વિરાટ કોહલીની યાદીમાં એન્ટ્રી મારી છે.

2010 બાદ યશસ્વી જયસ્વાલ એવો બીજો બેટ્સમેન બની ચૂક્યો છે જેણે એક જ ટેસ્ટ સિરીઝમાં 600 રનનો આંકડો પાર કર્યો હોય. વિરાટ કોહલીએ આ કરતબ ત્રણ વખત કરી દેખાડ્યું હતું. પરંતુ વિરાટને ડેબ્યુ બાદ આ ઉપલબ્ધિ હાંસિલ કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ યશસ્વીએ છ મહિનામાં જ આ કરતબ કરી દેખાડ્યું હતું.

વિરાટ કોહલીની વાત કરીએ તો કોહલીએ 2014-15માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં 610 રન બનાવ્યા હતા અને ત્યાર બાદ 2016-17માં ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં 655 રન બનાવ્યા હતા. જ્યારે 2017-18માં શ્રીલંકા સામે તેણે ત્રીજી વખત 600 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલે આ સિરીઝમાં ધૂઆંધાર બેટિંગ કરી છે. પહેલાં ટેસ્ટમાં જયસ્વાલ 20 રનને કારણે સેન્ચ્યુરી ફટકારતા ફટકારતા રહી ગયો હતો. પરંતુ ત્યાર બાદ તેણે તેની બેટનો મેજિક દેખાડ્યો હતો. હવે જોવાની વાત એ છે કે આ સિરીઝમાં જયસ્વાલ ટોટલ કેટલા રન બનાવે છે.

ચોથી ટેસ્ટ મેચમાં ભારત તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી પરંતુ ઈંગ્લેન્ડના જો રૂટે ભારતીય બોલરને ટક્કર આપી અને પોતાની સેન્ચ્યુરીના જોરે ટીમને 300 રનનો આંકડો પાર કરાવ્યો હતો. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગ 353 પર પૂરી કરી અને જેની સામે ભારતીય ટીમની શરૂઆત ગણતરી પ્રમાણેની નહોતી રહી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button