રોહિત પવાર, સુપ્રિયા સુળેની અજિત પવાર સાથે મુલાકાત અંગે સંજય રાઉતે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ટ્રમ્પેટ (તુતારી) ચિહ્નનું આજે રાયગઢ કિલ્લા પર અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પહેલા નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, સાંસદ સુપ્રિયા સુળે અને વિધાનસભ્ય રોહિત પવાર પુણેમાં મળ્યા હતા. ત્રણેય પુણેના સર્કિટ હાઉસમાં પાણીના મુદ્દે મળ્યા હતા. આ બંને નહેર સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સાંસદ સંજય રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપી છે. અજિત પવાર પુણે જિલ્લાના પાલક પ્રધાન છે. સુપ્રિયા સુળે આ જ મતવિસ્તારમાંથી સાંસદ છે. આ રોહિત પવારનો નજીકનો મતવિસ્તાર છે. તો એ બધા સરકારી મિટિંગમાં હાજર રહ્યા હતા, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.
ટ્રમ્પેટ ચિહ્ન પર શું કહ્યું?
શરદ પવારની રાષ્ટ્રવાદી પાર્ટીને ટ્રમ્પેટ (તુતારી)નું ચિન્હ મળ્યું છે. રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રના 11 કરોડ લોકો હાથમાં મશાલ લઈને રણશિંગું ફૂંકવા જઈ રહ્યા છે. શરદ પવારને બહુ સારું ચિહ્ન મળ્યું છે.
જેપી નડ્ડાએ અજિત પવાર અને એકનાથ શિંદેને કહ્યું છે કે તમે કમળ ચિહ્ન પર લડશો. આ તો કમળાબાઈના પલ્લુ નીચે સંતાઈ જવાનો પ્રસ્તાવ છે. જે નિશાની તેઓએ ચોરી લીધી હતી. તે નિશાની પર લડવાની હિંમત નથી. તેમણે એમ પણ કહ્યું કે ભાજપમાં હિંમત નથી કે તેઓ તેમના પ્રતીક પર લડવા દે.
લોકસભા ચૂંટણી પર પ્રતિક્રિયા
સંજય રાઉતે આગામી લોકસભા ચૂંટણી પર પણ ટિપ્પણી કરી હતી. મહાવિકાસ અઘાડીની બેઠક ફાળવણીની ચર્ચાને સ્પર્શવાની જરૂર નથી. અમે ચર્ચાને અંતિમ તબક્કામાં લાવી દીધી છે. સમગ્ર દેશમાં સીટ ફાળવણી ખૂબ જ સુયોગ્ય હશે કારણ કે મહારાષ્ટ્રમાં અમે લોકશાહી માટે ચૂંટણીમાં કામ કરી રહ્યા છીએ. સંજય રાઉતે કહ્યું કે અમે બધા સાથે ચર્ચા કરીને જ સીટ એલોટમેન્ટનો મુદ્દો ઉકેલીશું.
દરેક પક્ષની આંતરિક વિષય હોય છે. કોઈએ ક્યાં લડવું જોઈએ તે વિશે હું વાત નહીં કરું. હું નારાયણ રાણે વિશે એટલું જ કહીશ કે તેઓ એવું કહી રહ્યા હતા કે અમે લડવા નથી માંગતા હું તેમને પડકાર ફેંકું છું કે કોઈ પણ લડે, જીત અમારી જ થશે, એમ પણ સંજય રાઉતે કહ્યું હતું.