નેશનલસ્પેશિયલ ફિચર્સ

પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં અસંતુલન તમારા માનસિક સ્વાસ્થ્યને અસર ના કરે એનું આ રીતે ધ્યાન રાખો

આજની ફાસ્ટ લાઈફમાં ઘણા લોકો પોતાના અંગત અને પ્રોફેશનલ જીવનને સંતુલિત કરી શકતા નથી, જેના કારણે તેઓ તણાવ અનુભવવા લાગે છે અને બાદમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો શિકાર બને છે. લોકોમાં તણાવના ઘણા કારણો છે, જેમ કે વધુ પડતો કામનો બોજ, પરિવાર અને મિત્રો માટે સમય કાઢવામાં અસમર્થતા અને ઓફિસમાં સારા પ્રદર્શન માટેનું દબાણ. આ બધાને કારણે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. તેથી, આજે અમે તમારા માટે આવી જ કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જેની મદદથી તમે તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરીને તણાવમાંથી મુક્તિ મેળવી શકો છો.

ટાઇમ મેનેજમેન્ટઃ જો તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવા માંગતા હોવ તો સૌ પ્રથમ તમારે તમારા ટાઇમનું પ્રોપર મેનેજમેન્ટ કરતા શીખવું પડશે. તેથી તમારા માટે નિત્યક્રમ બનાવો અને તેને અનુસરો. દરેક કામ માટે એક નિશ્ચિત સમય નક્કી કરો.

સ્વસ્થ આહાર લો અને પૂરતી ઊંઘ લોઃ તણાવ ઓછો કરવા માટે તમારે હેલ્ધી ફૂડ ખાવું જોઇએ અને સમયસર સુવાનું શેડ્યુલ બનાવવું જોઇએ કારણ કે વધારે પડતું જંક ફૂડ ખાવાથી અને ઓછી ઉંદ લેવાથી પણ માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button