મહારાષ્ટ્ર

‘આગામી અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં રાજકીય વિસ્ફોટ થશે’, ગિરીશ મહાજનની નવી આગાહી

મુંબઈઃ બીજેપી નેતા અને રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજને મહારાષ્ટ્રના રાજકારણને લઈને ફરી મોટી ભવિષ્યવાણી કરી છે. ખાસ વાત એ છે કે તેણે આ પહેલા પણ આ ભવિષ્યવાણી કરી છે. ગત વખતે તેમણે આવી ભવિષ્યવાણી કર્યા બાદ કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતા મિલિંદ દેવરા પણ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી નાયબ મુખ્યમંત્રી અજિત પવારના જૂથમાં સામેલ થઈ ગયા છે. આ ત્રણેય ઘટનાઓ મહારાષ્ટ્રના લોકો માટે અણધારી હતી. ગિરીશ મહાજને દાવો કર્યો છે કે આગામી અઠવાડિયામાં મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વિસ્ફોટ થશે. આનાથી અનેકની ભવાં ઉચકાયાં છે.

“મેં ગયે વખતે કહ્યું હતું કે વિસ્ફોટ થવાનો હતો. ત્યારે કોંગ્રેસમાં વિસ્ફોટ થયો હતો. આઠ દિવસમાં રાજ્યમાં બીજો વિસ્ફોટ થવાની સંભાવના છે”, એમ ગિરીશ મહાજને કહ્યું હતું

શરદ પવારની એનસીપીના નવા તુતારીના નિશાન પર બોલતાં ગિરીશ મહાજને કહ્યું હતું કે “તે રણશિંગું જીવનશક્તિ સાથે ફૂંકવું જોઈએ અને મહારાષ્ટ્રની આસપાસ લઈ જવું જોઈએ. આ અમારી તેમને શુભેચ્છાઓ છે. ઉદ્ધવ ઠાકરેની મશાલ પ્રગટશે નહીં અને પવાર સાહેબનું રણશિંગું નહીં વાગે”. 

રાજ્યના 6 મંત્રીઓને સાંસદની ટિકિટ આપવામાં આવશે

લોકસભાની ચૂંટણી માટે છ મંત્રીઓના નામ ચાલી રહ્યા છે તે અંગે વાત કરતા ગિરીશ મહાજને કહ્યું હતું કે, “અમારા વરિષ્ઠ સ્તરના નેતાઓ આ અંગે નિર્ણય લેશે. જોકે સીટોની ફાળવણીને લઈને મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર વચ્ચે ચર્ચા થઈ છે, પરંતુ તેની વિગતો હજુ બહાર આવી નથી. તે માત્ર એક અફવા છે. લોકસભાની ઉમેદવારીની જાહેરાત કેન્દ્રીય સ્તરેથી થાય છે”, એમ ગિરીશ મહાજને જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…