મનોરંજન

‘મૈંને પ્યાર કિયા’ની સુમન સાથે જોવા મળી ‘હમ આપકે હૈ કૌનની નિશા’, બંનેના લુક્સે દિલ ચોરી લીધા

બોલિવૂડમાં એમ કહેવાય છે કે બે અભિનેત્રીઓને ક્યારેય બનતું નથી. તેઓ ક્યારેય સારી દોસ્ત ના બની શકે. જોકે,. આ માન્યતાને બે સુંદર અભિનેત્રીએ ખોટી પાડી દીધી છે.

ભાગ્યશ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ફેવરિટ અભિનેત્રીમાંની એક છે. એણે સલમાન ખાન સાથે સૂરજ બડજાત્યાની ‘મૈંને પ્યાર કિયા’થી બોલિવૂડથી ડેબ્યુ કર્યું હતું. એમની પહેલી ફિલ્મ જ સુપરડુપર હિટ રહી હતી. પોતાના અભિનયથી ભાગ્યશ્રીએ તેના સમયથી અભિનેત્રીઓને ઢાંકી દીધી હતી. જોકે, આ ફિલ્મનું શૂટિંગ પૂરી થયા બાદ તુરંત જ તેણે લગ્ન કરી લીધા હતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધું હતું. જોકે , તેમ છતાં પણ તે સોશિયલ મીડિયાના માધ્યમથી એના ફેન્સ સાથે જોડાયેલી રહી હતી. હાલમાં જ ભાગ્યશ્રીએ તેનો 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ મોકા પર ભાગ્યશ્રીએ સ્ટારસ્ટડેડ પાર્ટી આપી હતી, જેમાં બોલિવૂડના ઘમા સિતારાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન માધુરી દિક્ષીત પણ ત્યાં પહોંચી ગઇ હતી. માધુરીએ પાર્ટીમાં ઘણું આકર્ષણ જમાવ્યું હતું.

ભાગ્યશ્રીની બર્થડે પાર્ટી સેલિબ્રેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં મૈંને પ્યાર કિયાની સુમન હમ આપકે હાં કૌનની નિશા સાથે જોવા મળી હતી. બંને અભિનેત્રીઓએ પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. આ દરમિયાન બંને અભિનેત્રી વચ્ચે ખાસ બોન્ડ જોવા મળ્યો હતો. વીડિયો બંને અભિનેત્રીઓ પોતાના લુકથી તબાહી મચાવતી જોવા મળે છે. માધુરીએ લેધર સ્કર્ટ, ટોપ અને લાલ જેકેટ પહેર્યું હતું. તે ઘણી સુંદર દેખાતી હતી. સફેદ સાડીમાં ભાગ્યશ્રી પણ અપ્સરાથી સુંદર લાગી રહી હતી. ભાગ્યશ્રી અને માધુરીના બોન્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયાપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. ચાહકો તેમના લુકના વખાણ કરી રહ્યા છે.


આ ઉપરાંત બીજો પણ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા હિમાલય તેની લેડી લવ ભાગ્યશ્રી સાથે રોમેન્ટિક થઇ રહ્યો છે. વીડિયોમા ંજોવા મળે છે કે કેક કટિંગ દરમિયાન હિમાલય તેની પત્ની ભાગ્યશ્રીને ગળે લગાડે છે અને પછી તેના ગાલ પર કિસ કરે છે. સફેદ પોશાકમાં સજ્જ આ પ્રેમી યુગલ આ વીડિયોથી ચાહકોનું દિલ જીતી લે છે. તમે પણ જુઓ આ વીડિયો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button