આપણું ગુજરાત
PSI સામે આક્ષેપ કરી આપઘાત કરી લીધો
રાજકોટના લોધિકા પાસે એક મંદિરમાં મવડી વિસ્તારના દિપક ધ્રાંગધરિયા નામના એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા દિપક એ એક વિડીયો બનાવી અને પોતે વિરમગામ રૂરલ પીએસઆઇ પટેલના ત્રાસથી આપઘાત કરું છું તેવું બયાન આપતો દેખાય છે. સમગ્ર બાબતમાં વિગત પ્રમાણે જે તે સમયે દારૂની એક પેટીમાં દીપક નું નામ ખુલ્યું હતું તે સમયે ત્રણ લાખ રૂપિયા પીએસઆઇ પટેલને આપ્યા હતા છતાં બે મહિના તે જેલમાં રહ્યો હતો હવે જ્યારે પોતે ક્યાંય દારૂના ધંધામાં નથી છતાં અન્યના માલમાં પોતાનું નામ ઘુસાડી રૂપિયા દસ લાખની માગણી કરે છે અને તે મારી પહોંચની બહાર છે એટલે હું આપઘાત કરું છું તેવું નિવેદન વીડિયોમાં આપતો જણાય છે.
પરિવારજનોએ જ્યાં સુધી યોગ્ય પગલાં નહીં લેવાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે.
Taboola Feed