નેશનલ

ગો ફર્સ્ટ એરલાઇન્સ ટૂંક સમયમાં ઉડાન શરૂ કરશે, અજય સિંહ અને નિશાંત પિટ્ટી 1000 કરોડમાં એરલાઇન ખરીદશે

નવી દિલ્હીઃ ગો ફર્સ્ટ એરલાઈન્સની મુશ્કેલીઓનો અંત આવી શકે છે. સ્પાઇસજેટના સીએમડી અજય સિંહ અને બિઝી બી એરવેઝેગો ફર્સ્ટ એરલાઇન્સ માટે પ્લાન રજૂ કર્યો છે. આ યોજના હેઠળ ગો ફર્સ્ટ એરલાઈન્સમાં 1,600 કરોડ રૂપિયાનું રોકાણ થશે. EaseMyTripના CEO નિશાંત પિટ્ટી બિઝી બી એરવેઝમાં મોટો હિસ્સો ધરાવે છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સિંહ અને પિટ્ટીના કન્સોર્ટિયમ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં રૂ. 1,00C કરોડમાં ગો ફર્સ્ટના એક્વિઝિશનનો સમાવેશ થાય છે. આ પછી બંને પ્રમોટર્સ ગો ફર્સ્ટમાં રૂ. 600 કરોડનું રોકાણ કરશે. બંનેનો ઉદ્દેશ્ય ગો ફર્સ્ટ એરલાઈન્સની સેવાઓ ફરી શરૂ કરવાનો છે.

જોકે, અજય સિંહ, પિટ્ટીની સાથે શારજાહ સ્થિત કંપની સ્કાય વને પણ નાદારી રીઝોલ્યુશનની કાર્યવાહીમાં GoFirst એરલાઇન્સ માટે પણ બિડ કરી છે. Sky One મુખ્યત્વે ચાર્ટર્ડ હેલિકોપ્ટર અને કાર્ગો સેવાઓનું સંચાલન કરે છે. નાદારી રીઝોલ્યુશનની પ્રક્રિયા માર્ચ મહિનાના અંત સુધીમાં પૂરી થઇ જવાની ધારણા છે. ગો ફર્સ્ટ એરલાઇન્સના પ્રમોટર વાડિયા પરિવાર છે. ગો ફર્સ્ટ એરલાઇન્સે ગયા વર્ષે મે મહિનામાં નેશનલ કંપની લૉટ્રિબ્યુનલ (એનસીએલટી)માં નાદારી માટે અરજી કરી હતી.

ગયા વર્ષે મે મહિનાથી ગો ફર્સ્ટ એરલાઇન્સની સેવાઓ બંધ છે. કંપનીએ આ માટે પ્રેટ એન્ડ વ્હીટની (PW)ને જવાબદાર ગણાવી હતી. પ્રેટ એન્ડ વ્હીટની કંપની એરક્રાફ્ટ એન્જિન સપ્લાય કરે છે. ગો ફર્સ્ટનો આરોપ છે કે પ્રેટ એન્ડ વ્હીટની તેને એન્જિન સપ્લાય કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેના એન્જિનમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી. આ કારણે ગો ફર્સ્ટને તેના ઘણા વિમાનોનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી. અંતે, 3 મેના રોજ, એરલાઇન્સે તેમની સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી.

અજય સિંહ અને પિટ્ટીના કન્સોર્ટિયમે 16 ફેબ્રુઆરીના રોજ ગો ફર્સ્ટ એરલાઈન્સને હસ્તગત કરવા માટે તેમની બિડ સબમિટ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button