આમચી મુંબઈ

Viral Video: ભાયંદર FOB પરથી વ્યક્તિએ લગાવી છલાંગ અને પછી…

મુંબઈ: પશ્ચિમ રેલવેના ભાયંદર નજીક આવેલા ફૂટ ઓવર બ્રિજ (FOB) પરથી એક વ્યક્તિએ છલાંગ મારી હતી. આ ઘટનાનો વીડિયો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પશ્ચિમ રેલવે દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.

ભાયંદરના FOB પરથી એક વ્યક્તિએ છલાંગ મારી હતી. આ ઘટનામાં તે રેલવે ટ્રેક પર જોરથી પટકાતાં તેને ઇજા થઈ હતી. જોકે આ વ્યક્તિને RPF જવાનોને બચાવી લીધો હતો અને તેને નજીકની એક હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ પોતાના પરિવારથી કોઈ કરણને લીધે ગુસ્સે થઈ ઘર છોડીને આવ્યો હતો. આવા અનેક કેસ જોવા મળે છે, જેથી રેલવે દ્વારા ‘ઓપરેશન જીવન રક્ષા’ શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ વીડિયોમાં દેખાતા વ્યક્તિને હૉસ્પિટલ પહોંચાડી તેના પેરેન્ટ્સને જાણ કરી તેને સોંપી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button