આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),
શનિવાર, તા. ૨૪-૨-૨૦૨૪, માઘી પૂર્ણિમા, માઘસ્નાન સમાપ્તિ
ભારતીય દિનાંક ૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા રાત્રે ક. ૨૨-૨૦ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. (ચંદ્ર-મઘા યુતિ)
ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૬, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૦, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૧૦, મધ્યરાત્રે ક. ૦૦-૪૫
ઓટ: સાંજે ક. ૧૮-૦૪, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૫૩ (તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ – શુક્લ પૂર્ણિમા. માઘી પૂર્ણિમા, માઘસ્નાન સમાપ્તિ, ગુરુ રવિદાસ જયંતી, અન્વાધાન, માઘી માસમ (દક્ષિણ ભારત)
શુભાશુભ દિનશુદ્ધિ:શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ભૂમિ-ખાત, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, પિતૃપૂજન, વડનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, સ્થાવર લેવડદેવડ, સ્થાવર મિલકત તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, શ્રી ગણેશ પૂજા, ભગવાન સૂર્યનારાયણનું પૂજન,માઘ સ્નાનનો તીર્થમાં મહિમા, શ્રી ગંગા-ગોદાવરી, ગંગા, કાવેરી, સરયૂ, નર્મદા, ક્ષિપ્રા, ક્રિષ્ના, ગંગા સાગર, નારાયણ સરોવર, ધ્રબુડી તીર્થ (કચ્છમાં) આદિ સરોવર નદી, તીર્થોના સ્નાનનો મહિમા, હરિદ્વાર, ૠષિકેશ, અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી, અક્કલકોટ, નરસોવાવાડી, સંગમના સ્નાનનો મહિમા. કુળદેવીની તીર્થયાત્રા, હનુમાન ચાલીસા પાઠ વાંચન, ક્ષેત્રપાલ, કાલભૈરવ, શક્તિપીઠ આદિ દર્શનનો મહિમા, સપ્તસતી પાઠ વાંચન, સપ્તસતી હવનનો મહિમા
આચમન: ચંદ્ર-બુધ પ્રતિયુતિ પીઠ પાછળ નિંદા કરવાની આદત, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ કુટુંબક્લેશ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ શંકાશીલ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ (તા. ૨૫), ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૨૫), બુધ શતતારા નક્ષત્ર પ્રવેશ. ચંદ્ર-મઘા યુતિ થાય છે. માઘ પૂર્ણિમા તિથિ યોગ
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર