આપણું ગુજરાત

ગાંધીનગરના કોબા-રાયસણ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ-ટ્રાયલ રન શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસનાં બીજા ફેઝની કામગીરીની પૂર્ણતાની ઘડીઓ ગણાઈ રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેનાં ભાગરૂપે ગાંધીનગરનાં ૩૨ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઈકોનિક મોડલ રોડના કોબા-રાયસણ રૂટ ઉપર મેટ્રો ટ્રેનનું પ્રિ ટ્રાયલ શરૂ કરી દેવાયું છે.
મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. શુક્રવારે કોબા સ્ટેશનથી રાયસણ વૃંદાવન બંગલો સામેના ટ્રેક ઉપરથી મેટ્રો ટ્રેન પસાર કરાઈ હતી. લગભગ દોઢેક કિલો મીટરનાં રૂટ ઉપર મેટ્રો ટ્રેનનો પ્રિ ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવાની જાહેરાતો વચ્ચે શુક્રવારે કોબા-રાયસણ રૂટ ઉપર પ્રિ ટ્રાયલ રન લેવામાં આવતા નજીકમાં દિવસોમાં જ ગાંધીનગરના લોકોની આતુરતાનો અંત આવવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-૧ સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવનાર હોવાની શક્યતા છે. મેટ્રોરેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે, જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ