વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

    A                     B  

મહેર ગૌરવ
મહિમા નાની કાચી કેરી
મહેક મર્યાદા
મલાજો કૃપા

મરવો સુગંધ

ઓળખાણ પડી?
દેખાવમાં શક્કરિયાને એકદમ મળતા આવતા આ ભોંયમાં ઉગતા પદાર્થની ઓળખાણ પડી? એનો સૂપ તેમજ વેફર સ્વાદ રસિયાઓમાં ખ્યાતિ ધરાવે છે.

અ) સેલરી બ) પાર્સનેપ્સ ક) કસાવા ડ) રેડીશ

ગુજરાત મોરી મોરી રે
જે સમયે બ્રોડગેજ રેલવે લાઈન ઓછી હતી એ સમયમાં કયા મુખ્ય સ્ટેશને ટ્રેન બદલાવી મીટરગેજ ટ્રેન પકડી આગળ મુસાફરી કરવી પડતી હતી એ કહી શકશો?

અ) આણંદ બ) અમદાવાદ ક) વિરમગામ ડ) વડોદરા

જાણવા જેવું

અઈયોળ એટલે કર્ણાટકમાં બાગલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં ગુફા મંદિરોનો સમાવેશ છે.

ચતુર આપો જવાબ
મુંબઈના અનેક વિસ્તારની ખાસિયત છે. દક્ષિણ મુંબઈના કયા વિસ્તારે ‘કંકોતરી ગલી’ તરીકે ખ્યાતિ મેળવી છે એ યાદશક્તિ ઢંઢોળીને જણાવો.
માથું ખંજવાળો

અ) કોલભાટ લેન બ) કીકા સ્ટ્રીટ ક) ખોતાચી વાડી ડ) ખાડીલકર રોડ

નોંધી રાખો

જિંદગીને જીવવા કરતાં માણવાનું વધારે રાખો, કારણકે જાણવાના મોહમાં રહેવાથી જીવન માણવાનો સમય એવો સરી જશે કે એની ખબર પણ નહીં પડે.

માઈન્ડ ગેમ
વિદ્યાભ્યાસ સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. અયતવિંયશિંભત નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) અસ્થમા બ) થિયેટર

ક) શરીર રચના ડ) સૌંદર્યશાસ્ત્ર

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ

A                     B 


ચચૂકો આંબલીનો ઠળિયો
ચડભડ જીભાજોડી
ચમન બાગ
ચરિતાર્થ સફળ

ચસકો તાલાવેલી

ગુજરાત મોરી મોરી રે

ભરૂચ

ઓળખાણ પડી

ગજક

માઈન્ડ ગેમ

પૃથ્વી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

ચાંદની ચોક

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર (૨) કિશોરકુમાર જીવણદાસ વૈદ (૩) ભારતી બુચ (૪) તાહેર ઔરંગાબાદવાલા (૫) શીરીન ઔરંગાબાદવાલા (૬) અબદુલ્લા એફ. મુનીમ (૭) ધીરેન્દ્ર ઉદેશી (૮) પ્રતિમા પમાની (૯) શ્રદ્ધા આશર (૧૦) સુભાષ મોમાયા (૧૧) લજિતા ખોના (૧૨) ડો. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી પ્રકાશ કટકિયા (૧૪) હર્ષા મહેતા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) પુષ્પા પટેલ (૧૯) જ્યોતિ ખાંડવાલા (૨૦) મીનળ કાપડિયા (૨૧) રજનીકાંત પટવા (૨૨) સુનીતા પટવા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) મહેશ દોશી (૨૮) મહેશ સંઘવી (૨૯) સુરેખા દેસાઈ (૩૦) ભાવના કર્વે (૩૧) દિલીપ પરીખ (૩૨) જગદીશ ઠક્કર (૩૩) જયવંત પદમશી ચિખલ (૩૪) નીતા દેસાઈ (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) અંજુ ટોલિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૧) યોગેશભાઈ આર. જોશી (૪૨) નિતીન બજરિયા (૪૩) પ્રવીણ વોરા (૪૪) જ્યોત્સના ગાંધી (૪૫) ઈનાક્ષી દલાલ (૪૬) હિના દલાલ (૪૭) રમેશ દલાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button