‘ઢલ ગયા દિન હો ગઈ શામ’ના ગીતમાં સારા અલી ખાને શું કર્યું, જુઓ?
મુંબઈઃ રાજવી પરિવારની દીકરી સારા અલી ખાન હંમેશાં તેની અવનવી સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે, તેમાંય વળી સોશિયલ મીડિયા પર પણ પોતાની સ્ટાઈલિશ અદાને લઈ ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં 80ના દાયકાના ગીતના આઉટફીટમાં વીડિયો શેર કરીને લાઈમલાઈટમાં આવી છે. આ ગીત સાથેના વીડિયોને જોઈને લોકો દંગ રહી ગયા હતા.
હંમેશાં પોતાના અભિનયને લઈને ચર્ચામાં રહેતી સારા અલી ખાન તેની મર્ડર મુબાબક ફિલ્મને લઈ ચર્ચામાં છે. સારાની અલી ખાનની આ ફિલ્મને લઈને પણ તેના ચાહકો જોરદાર એક્સાઈટેડ છે. એના સિવાય તો સારા અલી ખાન તેના નટખટ અંદાજને લઈ ચર્ચામાં રહેતી હોય છે, જ્યારે તેના ફોટોગ્રાફ વિશેષ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બને છે.
હંમેશાં હસ્તી-રમતી જોવા મળતી સારા અલી ખાને તાજેતરમાં 80ના દાયકાનું જાણીતા ગીતમાં આઉટફીટમાં જોવા મળી હતી. બેબી પિંક કલરની સાડીમાં સારા અલી ખાન પોતાના હાથમાં રેકેટમાં જોવા મળી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી ચાહકોને તેની અદા વિશેષ પસંદ પડી હતી.
જિતેન્દ્ર અને લીના ચન્દાવરકરની જાણીતી ફિલ્મ ‘હમજોલી’નું જાણીતા ગીત ‘ઢલ ગયા દિન હો ગઈ શામ’ જોવા મળી હતી. હાથમાં રેકેટ પકડીને મસ્તી કરતા પણ જોવા મળી હતી. પિંક કલરની સાડીમાં અમુક બોલ્ડ અંદાજની પણ લોકોને મોજ કરાવી હતી. જોકે, સારાના રમતીયાળ અંદાજને જોઈને લોકોએ તેના પર મજાની કમેન્ટ આપી હતી.
સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આગામી દિવસોમાં સારા અલી ખાન મર્ડર મુબારકમાં જોવા મળશે. હોમી અદજાણિયાના નિર્દેશનમાં બનનારી હોરર કોમેડી ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, વિજય વર્મા, ડિમ્પલ કાપડિયા, કરિશ્મા કપૂર, સંજય કપૂર સહિત અન્ય કલાકારો જોવા મળશે. આ ફિલ્મ તો પંદરમી માર્ચે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ઉપરાંત, સારા અલી ખાન એ વતન મેરે વતન અને મેટ્રો વગેરે ફિલ્મોમાં જોવા મળશે. જોકે, સારા અલી ખાનની ફિલ્મની પણ તેના ચાહકો હંમેશાં આતુરતાથી રાહ જોતા હોય છે.