Animal Film ફેમ તૃપ્તિના બર્થ-ડે પર બોયફ્રેન્ડે શું કરી પોસ્ટ, જાણો?
મુંબઈ: રણબીર કપૂર સાથે ‘એનિમલ’ ફિલ્મના ઇંટિમેટ સીનને લીધે પ્રખ્યાત થયેલી અભિનેત્રી તૃપ્તિ ડિમરી આજે 30 વર્ષની થઈ છે. 23 જાન્યુઆરીએ તૃપ્તિના 30માં બર્થ-ડેની ઉજવણી નિમિત્તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટે એક પોસ્ટ કરી છે. આ પોસ્ટને લઈને તૃપ્તિના અને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટના રિલેશનની ચર્ચા ફરી શરૂ થઈ છે.
તૃપ્તિ ડિમરીના બર્થ-ડે પર સેમ મર્ચન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇનસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં એક ફ્લાઇટની અંદર તૃપ્તિ અને સેમ દેખાઈ રહ્યા છે, પણ આ પોસ્ટ પર સેમે જે કેપશનમાં ‘હેપી બર્થ-ડે ડિયરેસ્ટ તૃપ્તિ’ એવું લખ્યું છે. જોકે બંને આ પોસ્ટમાં કેઝ્યુઅલ દેખાઈ રહ્યા છે.
એક અહેવાલ મુજબ તૃપ્તિ પોતાના બર્થ-ડેના દિવસે પણ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત રહેવાની છે. એનિમલ પછી તેને અનેક ફિલ્મો સાઇન કરતાં તે તેના ટાઈટ શેડ્યુલને લઈને કામ કરવાની છે. આગામી સમયમાં તૃપ્તિ વિક્કી કૌશલ સાથે ‘વિક્કી ઔર વિદ્યા ક વો વાલા વીડિયો’, ‘મેરે મહબૂબ મેરે સનમ’ અને કાર્તિક આર્યન સાથે ‘ભૂલ ભુલૈયા થ્રી’ જેવી અનેક ફિલ્મોમાં પણ જોવા મળવાની છે.