આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈમાં ‘પલ્સ ઍન્ટી-રેબિસ’ વૅક્સિનેશન ઝુંબેશ

પાંચ દિવસમાં મુંબઈના ૧૫,૦૦૦ રખડતા શ્ર્વાનનું કરાશે રસીકરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રસ્તે રખડતા શ્ર્વાનના કરડવાથી થનારા રેબિસ આ પ્રાણઘાતક રોગથી નાગરિકોને બચાવવાના ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકા ૨૬ ફેબ્રુઆરીથી, ૨૦૨૪થી પહેલી માર્ચ, ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન ‘પલ્સ ઍન્ટી રેબિસ’ વૅક્સિનેશન ઝુંબેશ હાથ ધરવાની છે. પાંચ દિવસની આ ઝુંબેશ દરમિયાન મુંબઈમાં લગભગ ૧૫,૦૦૦ રખડતા શ્ર્વાનનું રસીકરણ કરવાનો લક્ષ્ય પાલિકાએ રાખ્યો છે.

શ્ર્વાનને કારણે માણસને હડકવાનું જોખમ હોય છે. પાલિકાએ ‘મુંબઈ રેબિસ એલિમિનેશન પ્રોજેક્ટ’ અમલમાં મૂક્યો છે, જે હેઠળ મુંબઈને રેબિસ મુક્ત કરવા માટે રખડતા શ્ર્વાનને રેબિસની પ્રતિબંધક રસી આપવાનું કામ ચાલી જ રહ્યું છે. હવે પાલિકા વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસેસ-મિશન રેબિસ સંસ્થાની મદદથી પાંચ દિવસ ‘પલ્સ ઍન્ટી-રેબિસ’ ચલાવવાની છે, જેનો આરંભ ૨૪ ફેબ્રુઆરીના સવારના ૧૦ વાગે જુહૂ ચોપાટીથી થશે.

પાલિકાના પશુવૈદ્યકીય વિભાગ અને દેવનાર કતલખાના અધિકારી ડૉ. કલમપાશા પઠાણના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ૨૦૩૦ સુધી શ્ર્વાનથી થનારા રેબિસ મુક્ત ભારતને કરવાની યોજના હાથ ધરી છે, જે અંતર્ગત પાલિકાએ ૨૦૨૨માં ‘મુંબઈ રેબિસ નિર્મૂલન’ પ્રોજેક્ટ હાથમાં લીધો છે. રેબિસ નિર્મૂલન માટે પાલિકાએ ૨૫ જુલાઈ, ૨૦૨૩ના વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસેસ-મિશન રેબિસ આ સંસ્થા સાથે કરાર કર્યો હતો.

હવે આ સંસ્થા સાથેમળીને મુંબઈ મહાનગરપાલિકાની હદની અંદર તેમ જ થાણે, નવી મુંબઈ અને પનવેલની હદને લાગીને આવેલા વિસ્તારમાં રખડતા શ્ર્વાનના રસીકરણ માટે પલ્સ ઍન્ટી રેબિસ’ અમલમાં મૂકવામાં આવવાની છે. ૨૫ ફેબ્રુઆરીથી પહેલી માર્ચ સુધીના પાંચ દિવસમાં ૧૫,૦૦૦ રખડતા શ્ર્વાનનું રસીકરણ કરાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button